જામનગરના પટેલ પાર્ક પાછળથી એલસીબીએ એક રીઢા વાહનચોરને પકડી પાંચ વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આ શખ્સે ત્રણ ચોરાઉ બાઈક કાઢી આપ્યા છે.

જામનગરના પટેલ પાર્ક પાછળ ઉગેલી બાવળની ઝાડીઓમાં એક શખ્સ કેટલાક બાઈક રાખી તેને વેચવાની તજવીજ કરતો હોવાની બાતમી એલસીબીના રામદેવસિંહ, બશીરભાઈ મલેક, મિતેશ પટેલ તથા નિર્મળસિંહ બી. જાડેજાને મળતા એલસીબીનો કાફલો ત્યાં ધસી ગયો હતો.

આ સ્થળેથી અગાઉ વાહન ચોરીના ગુન્હામાં ઝડપાયેલો ગણેશવાસવાળો લખમણ વાલજીભાઈ પરમાર ઉર્ફે ચીનો નામનો શખ્સ ત્રણ મોટરસાયકલ સાથે મળી આવ્યો હતો. એલસીબીએ તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ શખ્સે બે વર્ષ પહેલા ખોડિયાર કોલોની પાસેથી, પોણા બે વર્ષ પહેલા દિ. પ્લોટમાંથી, ત્રણેક મહિના પહેલા સમર્પણ હોસ્પિટલ નજીકના મંદિરના પાર્કિંગમાંથી તેમજ વીસેક દિવસ પહેલા એસ.ટી. ડેપો રોડ પર એક હોસ્પિટલ પાસેથી અને પાંચેક દિવસ પહેલા સુભાષબ્રિજ પાસેથી બાઈક ઉઠાવ્યાની કબૂલાત આપી છે.

ઉપરોક્ત શખ્સે પાંચ વાહન ચોરીની કબૂલાત આપી રૃા.૫૭ હજારના ત્રણ બાઈક કાઢી આપ્યા છે. કાર્યવાહીમાં પીઆઈ ડોડિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એમ. લગારિયા, પીએસઆઈ વી.વી. વાગડિયા, સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ, બશીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજીભાઈ પટેલ, મિતેશ પટેલ, નિર્મળસિંહ બી. જાડેજા, નિર્મળસિંહ એસ. જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, શરદ પરમાર, રામદેવસિંહ ઝાલા, દિલીપ તલાવડિયા, હરદીપ ધાધલ, કમલેશ ગરસર, પ્રતાપભાઈ ખાચર, દિનેશ ગોહિલ, લક્ષ્મણ ભાટિયા, એ.બી. જાડેજા, બળવંતસિંહ પરમાર, અરવિંદગીરી સાથે રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.