૫૪ શંકાસ્પદ દર્દીના સેમ્પલ નેગેટીવ
કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ત્રીજા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્રારા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસ વિભાગ દ્રારા ગીર સોમનાથ જિલ્લામાં લોકડાઉનનો ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાની સર્તકતાના કારણે ગીર સોમનાથ જિલ્લામાં આજે વધુ પાંચ કોરોના વાઈરસના પોઝીટીવ કેસ પ્રકાશમા આવ્યા છે. પોઝીટીવ કેસ નોંધાતા અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૧૭ પોઝીટીવ કેસ નોંધાય ચુક્યા છે. જેમાંથી ૦૩ પોઝીટીવ કેસ કોરોનામુકત થતા રજા આપવામાં આવી છે.
કોરોના વાયરસના પોઝીટીવ કેસ કોડીનારમા -૧ મહિલા ઉ.વ.-૫૫, ઉનામાં-૪ પુરૂષ ઉ.વ. ૬૩, પુરૂષ ઉ.વ. ૪૦, મહિલા ઉ.વ. ૨૧, મહિલા ઉ.વ.૧૬ એમ કુલ ત્રણ મહિલા અને બે પુરૂષ સહિત પાંચ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. ૫૪ શંકાસ્પદ દર્દીના સેમ્પલ નેગેટીવ આવેલ છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલુકા સુત્રાપાડા-૦૬, કોડીનાર-૦૭, ગીરગઢડા-૦૩, વેરાવળ-૧૦, તાલાળા-૧૦ અને ઉના-૧૨ સહિત ૪૮ શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમ આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતાની યાદીમાં જણાવાયું છે.