આરોપીઓ સાવરકુંડલાના ઝીંઝુડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત અન્ય ત્રણ કેન્દ્રમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ગોઠવાઈ ગયા હતા : આજે રિમાન્ડ મગાશે
શિક્ષણ બોર્ડની પરીક્ષા અને સરકારી નોકરી માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હજારોથી લઈ દસ લાખ રૂપિયાના સોદા કરી ડમી ઉમેદવાર- પરીક્ષાર્થી બેસાડવાના મહા કૌભાંડનો ૧૩ દિવસ પહેલા પર્દાફાશ થયો હતો. આ ચકચારી ડમીકાંડનું આખું નેટવર્ક ચલાવતો મુખ્ય સુત્રધાર શરદ ભાનુશંકરભાઈ પનોત, પ્રકાશ ઉર્ફે પી.કે. કરશનભાઈ દવે, બળદેવ રમેશભાઈ રાઠોડ અને પ્રદીપ નંદલાલભાઈ બારૈયા નામના શખ્સોને એસઆઈટીની ટીમે ઝડપી પાડી પ્રથમ સાત દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ પાંચ દિવસના ફરધર રિમાન્ડ પર લીધા હતા. આ ચારેય શખ્સના આજે ગુરૂવારે પાંચ દિવસના ફરધરરિમાન્ડ પૂરા થતાં વધુ રિમાન્ડની માગણી સાથે
પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે શરદ, પી.કે., બળદેવ અને પ્રદીપના વધુ બે દિવસના ફ૨ધ૨ રિમાન્ડ મંજૂર કર્યા હતા. ડમીકાંડમાં આજે નવા કોઈ આરોપીની ધરપકડ થઈ નથી. પરંતુ ગઈકાલે જે ચાર શખ્સ ઝડપાયા હતા. તે પૈકીના વિજય ધુડાભાઈ જાંબુચા (રહે, લાખણકા રોડ, કાતર વાડી વિસ્તાર, ખડસલિયા), રિયાજ કાદરભાઈ કાલાવિડયા (રહે, સરતાનપર રોડ, એ-વન પાર્ક, બેન્ચાની સામે, તળાજા), પ્રતિપાલસિંહ જયુભા ગોહિલ (રહે, ત્રાપજ હાઈસ્કૂલ પાછળ, તા.તળાજા) નામના ત્રણ શખ્સને કોર્ટે તા.૩૦-૪નને શનિવારે બપોરના ૧૨ કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે મહેશ રામજીભાઈ ચૌહાણ (રહે, ગોંદરા વિસ્તાર, દિહોર)ને જેલહવાલે કરાયો હતો.
વધુમાં ગઈકાલે એક દિવસના રિમાન્ડ પર રહેલા ચંદ્રદીપ ચૌહાણ, મહાવીરસિંહ સરવૈયા, કિર્તી પનોત અને સંજય સોલંકી નામના ચાર પર્પઝ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતો ગોપાલ વેણીશંકરભાઈ લાધવા, છોટા ઉદેપુર જિલ્લાના પાલી જેતપુર તાલુકાના મોટી આંબરોલ ગામે એમપીએચડબ્લ્યુ તરીકે નોકરી કરતો ઈકબાલ અલીભાઈ લોડિયા અને છોટાઉદેપુરના ક્વાટ તાલુકાના પીપદી પીએચસી સેન્ટરમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતો હનિફ અલીભાઈ લોંડિયા ઉપરાંત ડમીકાંડમાં પ્રવીણ અરજણભાઈ સોલંકી શખ્સને પણ આજેરિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરી જેલમાં ધકેલી દેવાયા હોવાનું પોલીસે જણાવ્યું છે.