અમરેલીમાં ૧૦ કોરોનાગ્રસ્ત સહિત સૌરાષ્ટ્રમાં વધુ ૩૬ કોરોના સંક્રમિત : બેના મોત
સૌરાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ વધતો રહ્યો છે. ગઈ કાલે ૭૧ કોરોના પોઝિટિવ બાદ આજ રોજ વધુ ૩૬ કોરોનાની ઝપટે ચડયાનું જાણવા મળ્યું છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગઈ કાલે વધુ ૬ પોઝિટિવ કેસ આવ્યા હતા જ્યારે આજ રોજ સવારે શહેરમાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લામાં અમરેલીમાં વધુ ૧૦ સહિત જામનગરમાં ૪, ભાવનગરમાં ૯, દ્વારકામાં ૨ અને ગીર સોમનાથમાં વધુ ૧ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે જૂનાગઢ અને અમરેલીમાં એક-એક દર્દીઓના મોત નિપજ્યા છે.
રાજકોટ શહેરમાં આજ રોજ વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમીન માર્ગ પર રહેતા ડજાણીયા નલિનીબેન(ઉ.વ.૬૮), રૈયા રોડ પર નહેરુનગરમાં રહેતા રોશનબેન મીર(ઉ.વ.૫૦), જ્યારે દૂધસાગર રોડ પર રહેતા રશનબેન દવે(ઉ.વ.૬૦) સહિત બાપાસીતારામ ચોક અને રસિલાબેન દિલીપભાઈ સગપરિયા(ઉ.વ.૫૦) માયાણી ચોક પાસે વધુ કોરોના પોઝિટિવ નોંધાયા છે. રાજકોટ શહેર વિસ્તારમાં કુલ ૧૬૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
જ્યારે ગઈ કાલે રાજકોટ જિલ્લામાં ધોરાજી વિસ્તારમાં વધુ ૨ કોરોનાગ્રસ્ત અને જેતપુર અને વિછીયા માં ૧-૧ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૦૦ને પાર પહોંચી છે. ધોરાજીમાં અમીનાપાર્ક વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો એમના ૬૨ વર્ષના પિતાને આજ કોરોના ચેપ લાગતા તેઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ભયજનક વધી રહ્યું છે. સતત બીજા દિવસે વધુ ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ છે. જ્યારે અમરેલીમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નિપજ્યું છે. અમરેલી જિલ્લામાં ગતિએથી વધતા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા તંત્રમાં ચિંતાનો વિષય બની રહ્યો છે.
જામનગરમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. ગઈ કાલે જિલ્લામાં વધુ ૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક ૧૯૩ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે વધુ ૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેઓએ ઘર વાપસી કરી છે. જ્યારે અમદાવાદથી પરત આવેલા તબીબને અને જિલ્લા પંચાયતના ક્લાર્ક પણ કોરોનાની ઝપટે ચડ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લામાં પણ કોરોના કહેર વધી રહ્યો છે. દ્વારકામાં મુંબઇથી ખંભાળિયા આવેલા ૧૭ લોકો માંથી બેને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જિલ્લામાં કોરોનાનો આંક ૨૩ પર પહોંચ્યો છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ વધુ એક પુરુષને કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.
પશ્ચિમ અમદાવાદમાં કોરોનાના વધતા કેસથી સાત વિસ્તારોમાં માઈક્રો ઝોન જાહેર કરાયા
અમદાવાદમાં વધતા જતા કોરોના પોઝિટિવ કસથી શહેરમાં વધુ સાત માઇક્રો-કંટેનમેન્ટ ઝોન ઉપરાંત જાહેર કરાયા છે. એક અઠવાડિયા અગાઉ, અમદાવાદની નાગરિક સંસ્થાએ શહેરના પશ્ચિમ ભાગોમાં સાત વધુ માઇક્રો-ક્ધટેન્ટમેન્ટ વિસ્તારો જાહેર કર્યા છે. બોદકદેવના સુભાષ ચોક પાસે મારુતિ કોમ્પ્લેક્સ, સરખેજમાં જુનો રોહિતવાસ, વાસણામાં લવણ્યા સોસાયટી પાસે કૃપા ફ્લેટ, સાબરમતીમાં ઠાકોરવાસ, ચાંદખેડામાં તાજેન્દ્ર સોસાયટી, કર્ણાવતી ફ્લેટમાં આ સાત વધારાના માઇક્રો ક્ધટેસ્ટમેન્ટ વિસ્તારોમાં કુલ ૧૨૫૨ મકાનો કચરા હેઠળ છે. ચાંદોડીયામાં ૧૩૨ ફીટ રીંગ રોડ પર નારણપુરા અને ગજરાજ -૨ સોસાયટીને માઈક્રો ક્ધટેનમેન્ટ ઝોન જાહેર કરી છે. આ હાઉસિંગ ક્લસ્ટરોની આસપાસના વિસ્તારોમાં ડોર ટુ ડોર હેલ્થ સર્વે કરવામાં આવ્યો છે, ત્યારબાદ સોસાયટીઓને માઇક્રો ક્ધટેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી. “હાઉસિંગ ક્લસ્ટરો જ્યાં પાંચથી વધુ કોવિડ -૧૯ કેસ નોંધાયા છે, તે માઇક્રો-ક્ધટેન્ટ માટે ધ્યાનમાં લેવામાં આવ્યા છે,” એમએસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ વિસ્તારોમાં કેસ ઘટવાની સંખ્યા બાદ સૂચિમાં સુધારો કરવામાં આવશે.