ઘર નજીક ગાળો બોલવાની ના પાડતાં યુવાન તેની માતા અને પત્ની પર કર્યો હુમલો
અબતક, રાજકોટ
ગોંડલના વોરા કોટડા રોડ ઉપર આવેલ પંચપીરની ધાર નજીક રહેતા એક યુવાન પર તેના પાડોશમાં રહેતા પિતા પુત્ર એ તેના પર ધોકા પાઇપ પડે હુમલો કરતા તેને ગંભીર પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,આરોપીઓ ફરિયાદની ઘર નજીક ગાળો બોલી રહ્યા હતા જે બાબતે તેને ઠપકો આપતા તેઓએ યુવાન તેની માતા અને તેની પત્ની પર હુમલો કર્યો હતો
બનાવ અંગે ની વિગતો મુજબ ગોંડલના વોરા કોટડા રોડ ઉપર આવેલ પંચપીરની ધાર પાસે રહેતા મગનભાઈ મનસુખભાઈ સોલંકીએ પોતાની ફરિયાદમાં આરોપીઓમાં ફિરોજ બોબડી ,ફિરોજ બોબડી નો પૂત ,સમીર અને બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા હતા. જેમાં તેને જણાવ્યું હતું કે ગઈકાલ સાંજના સમયે તે તેના ઘરે હતો ત્યારે તેના ઘર નજીક ફિરોજ અને તેનો પુત્ર જેમ ફાવે તેમ ગાળો બોલી રહ્યા હતા જેથી તેને તે બાબતે બંનેને ઠપકો આપતા બંને પિતા પુત્રે ઉછેરાઈને ફરિયાદી મંગલભાઈ ને ગાળો આપી મોડી રાતે સમીર અને શખ્સો સાથે તે ધોકાભાઈ ફોડે ફરિયાદીના ઘરમાં ઘૂસી તેને માર માર્યો હતો જેમાં ફરિયાદીને બચાવવા માટે તેની પત્ની અને માતા વચ્ચે પડ્યા હતા જેમાં ફિરોજ બોબડીએ તેમના પર પણ હુમલો કરતા તેઓને પણ ઈજા પહોંચી હતી. જેથી પોલીસે ફિરોઝ બોબડી તેનો પુત્ર અને સમીર સહિત પાંચ શખ્સો સામે મારામારીનો ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.