કારખાનામાં શ્રમજીવી પૂર હુમલો કરી કોપર વાયર અને મોબાઇલની લૂટ ચલાવ્યાની કબુલાત: એકની શોધખોળ
લોધિકા તાલુકાના રાવકી ગામે આવેલા કારખાનામાં એક સપ્તાહ પહેલાં થયેલી લૂંટના ગુનામાં સંડોવાયેલા રાજકોટના પાંચ શખ્સોને એલસીબી સ્ટાફે લોધિકા પાસેથી ઝડપી પૂછપરછ કરતા લૂંટના ગુનાની કબુલાત ાપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત રાજકોટના કારખાનેદાર રાવકી ખાતે આવેલા જે.પી.મેટલ નામના કારખાનામાં એક સપ્તાહ પૂર્વે એક સાથે છ જેટલા શખ્સો ત્રાટકીયા હતા. કારખાનામાં કામ કરતા મજુરને માર મારી રુા. 40 હજારની કિંમતના કોપર વાયર અને રુા.2 હજારની કિંમતના મોબાઇલની લૂંટ ચલાવી ભાગી ગયાની લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
લૂંટનો ભેદ ઉકેલવા લોધિકા અને એલસીબી દ્વારા વિવિધ દિશામાં તપાસ ચલાવી રહ્યા હતા ત્યારે એલસીબી પી.આઇ. વી.વી.ઓડેદરા, પી.એસ.આઇ. એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા, એએસઆઇ મહેશભાઇ જાની અને હેડ કોન્સ્ટેબલ રવીભાઇ બારડ સહિતના સ્ટાફે બાતમીના આધારે લોધિકા પાસેથી મુળ નાગડાવાસના વતની અને રાજકોટના ગુરુપ્રસાદ ચોક પાસે વંદના સોસાયટીના કાનો ઉર્ફે સિધ્ધો નવઘણ ભરવાડ, મુળ આઝમગઢના વતની અને લક્ષ્મીનગરના અસ્લમ છેદીરાય મુસ્લિમ, મુળ અમરેલીના ચિતલના વતની અને મવડી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા ચિરાગ કિશોર કાલાવડીયા, મુળ યુપીના અને હાલ લક્ષ્મીનગરમાં રહેતા રાહુલ જગદંબા વિશ્ર્વકર્મા અને મુળ યુપીના અને લક્ષ્મીનગરના શ્યામ સુંદર બ્રિજલાલ યાદવ નામના શખ્સોને ઝડપી પૂછપરછ કરતા તેઓએ જે.પી.મેટલ કારખાનામાં લૂંટ ચલાવ્યાની કબુલાત આપી છે. પોલીસે તેની પાસેથી કોપર વાયર અને મોબાઇલ કબ્જે કર્યા છે.