બે વર્ષના બાળકના લેબોરેટરી રિપોર્ટ બનાવવા જૂની તારીખમાં ચેડા કર્યા: તબીબના બોગસ પ્રીસ્ક્રીપ્શન સહિતની ફાઇલ કોર્ટમાં રજુ કરવાની આપી કબુલાત
કોરોના વાયરસના કારણે કરાયેલા લોકડાઉનમાં સરકાર દ્વારા અપાયેલી કેટલીક છુટછાટનો દુર ઉપયોગ કરી ગુનાહીત માનસ ધરાવતા શખ્સો દ્વારા તબીબના બોગસ પ્રીસ્ક્રીપ્શન અને લેબોરેટીરીના જુના રિપોર્ટની તારીખમાં ચેડા કરી બનાવેલા બોગસ દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી લોક ડાઉનમાં ફરવા અને જેલમાં રહેલા કેદીને જામીન પર છોડવવા બોગસ ફાઇલ કોર્ટમાં રજુ કરવામાં આવે તે પહેલાં જૂનાગઢ પોલીસે ઝેરોક્ષની દુકાનદાર સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી બે બાઇક કબ્જે કર્યા છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ પ્રેસિડેન્ટ હોટલ પાસે આવેલી ચામુંડા ઓફસેટ એન્ડ ઝેરોક્ષ નામની દુકાન લોક ડાઉનમાં ખુલ્લી જોવા મળતા પી.આઇ. આર.બી.સોલંકી સહિતના સ્ટાફે દુકાનમાં તપાસ કરી દાસારામ સોસાયટીમાં રહેતા ઝેરોક્ષના દુકાનદાર પ્રવિણ રાણા વાઘેલા, અજમેરી પાર્કના ઇન્દ્રીશ આમદ ગંભીર, ભાટીયા ધર્મ શાળા પાસે રહેતા સમીર આસિફ ઇમ, નદીમ ઇકબાલ બ્લોચ અને અજમેરી પાર્કના જીસાન યુનુસ નાઇ નામના શખ્સોની પૂછપરછ કરતા તેઓ ઓફસેટ અને ઝેરોક્ષની મદદી તબીબના લેટર પેડમાં લખેલી દવા સોના કાગળની તારીખમાં ચેડા કરી રહ્યાનું જણાતા પાંચેયની ધરપકડ કરી છે. પાંચેય શખ્સોની પૂછપરછ કરતા તેઓએ ગત તા.૨૬ માર્ચે બે વર્ષના સુહાન હારૂનભાઇ માટે લખેલી દવા અને લેબોરેટરી અંગેના કાગળની તારીખમાં ચેડા કરી ફરી બોગસ ફાઇલ તૈયાર કરી લોક ડાઉન દરમિયાન ફરવા માટે અને જેલ હવાલે યેલા શખ્સના જામીન અરજીમાં કોર્ટમાં રજુ કરવા બોગસ ફાઇલ બનાવ્યાની કબુલાત આપી છે.