અબતક, અરૂણ વેગડા, ધારી,
ધારી શહેર ની વચ્ચે હાદે સમા મધુવન સોસાયટી તેમજ શ્રીજીનગર સોસાયટી મા આજે વહેલી સવારે જયા ધારી ના ખ્યાતનામ ડો, પડસાલા, ડો, ગોડીલીયા,ડો વિનોદ ભાઇ વાઘેલા, ડો, મગનભાઇ સહિત ના વેપારી વર્ગ અહી રહે છે અને હોસ્પિટલ પણ અહી આવેલછે ત્યારે વહેલી સવારે એક સાથે પાંચ સિંહણ અહી આવી ચડી હતી અને ડો, ગોંડલીયા સા, ના ઘર પાસે એક ભુંડ નુ મારણ કર્યું હતુ ત્યાં મીજબાની માણી હતી સોસાયટી મા સિંહ મારણ કયો ના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં લોકો ફોરવીલો લય ને સિંહ દર્શન માટે દોડી આવ્યા હતા.
ત્યારબાદ,એક સિંહે ડો.પડસાલા ની રતનબા હોસ્પિટલ પાસે ગાય નુ મારણ કર્યું હતુ અહી રેહતા ડો પરિવાર ને તો ઘર આંગણે સિંહ દર્શનનો લ્હાવો મળ્યો હતો સવાર ના પાંચ કલાક સુધી નાના બાળકો સહિત ના લોકો એ સિંહ દર્શન ની મારણ પર બેઠેલા હોય તેની મોજ માણી હતી વહેલી સવારે વનવિભાગ ને જાણ થતા સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને મારણ લય ગયા હતા.