કમિશનરે ચીફ ફાયર ઓફિસરને સો રાખી આજી ડેમ ઓવરફ્લોવાળા એરીયામાં નદી પરની ખાણ ખાતેના વિસર્જન :કામગીરી નિહાળી
શ્રી ગણેશ મહોત્સવમાં આજે અંતિમ દિવસે શહેરભરમાંી લોકો શ્રી ગણેશ ભગવાનની પ્રતિમાના વિસર્જનની વિધિ કરી રહયા છે. પ્રતિમા વિસર્જન માટે જુદા જુદા કુલ પાંચ સ્ળો સુનિશ્ચિત કરવામાં આવેલા છે અને ભકતજનો ત્યાં વિસર્જન કરી રહયા છે. રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમો ક્રેઇન, બોટ અને રેસ્ક્યુ સાધનો સો બે દિવસ પહેલા એટલે કે, વિસર્જન સ્ળોએ ભક્તજનોની સલામતી માટે જરૂરી સાધન સરંજામ ખડેપગે રાખવામાં આવેલ છે. આ ઉપરાંત મહાનગરપાલિકાના ટેકનિકલ વિભાગ દ્વારા જે તે વિસર્જન સ્ળોએ લોકોને સુરક્ષા સલામતી ખાતર પાણીમાં અમુક અંતરી આગળ જતા અટકાવવા માટે બેરીકેડ પણ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત જે તે સ્ળે કાયદો વ્યવસ જાળવવા અને શિસ્તબદ્ધતાપૂર્વક પ્રતિમા વિસર્જન ઇ શકે તે માટે રાજકોટ પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા પણ પર્યાપ્ત પોલીસ અધિકારીઓ અને જવાનો સો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.કમિશનરશ્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે, પ્રતિમા વિસર્જન માટે આજી ડેમ ઓવરફ્લોવાળા વિસ્તારમાં ચેકડેમ જેવી ખાણ-૧ અને ખાણ-૨ એમ બે સ્ળો નક્કી કરવામાં આવેલ છે. આ સ્ળે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમો ૪ ક્રેઇન અને રેસ્ક્યુ સાધનો સો સતર્ક રાખવામાં આવેલ છે. આ ઉપરાંત મવડી ગામી આગળ જખરાપીર નજીક પાળ ગામની નદી ખાતે ૧ ક્રેઇન અને ૧ બોટ, કાલાવડ રોડ પર વાગુદડના પાટીયાી આગળ નદી સ્ળે ૧ બોટ સો ફાયરની એક ટીમ રેસ્ક્યુ ટીમ, જામનગર રોડ પર હનુમાન ધારા ખાતેની નદીના સ્ળે ૧ ક્રેઇન, ૧ બોટ રાખવામાં આવેલ છે અને લાકડાના ત્રાપાની પણ વ્યવસ કરાયેલ છે. આજે સવારે કમિશનર બંછાનિધિ પાનીએ ચીફ ફાયર ઓફિસરને સો રાખી આજી ડેમ ઓવરફ્લોવાળા એરીયામાં નદી પરની ખાણ ખાતેના વિસર્જન સ્ળોની મુલાકાત લઇ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ અને ઇ રહેલી કામગીરી નિહાળી હતી. ઉપરોક્ત કામગીરીમાં ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા ઉપરાંત, સ્ટેશન ઓફિસરો ઝાહિદખાણ પઠાણ, કિરીટભાઈ કોલી, શૈલેષભાઈ નડીયાપરા, મનસુખભાઈ પુરોહિત, કિશોરસિંહ જાડેજા, ફિરોઝભાઈ લુવાણી, દિનેશભાઈ ચાંચિયા, લીડિંગ ફાયરમેન કૌશલગીરી ગોસ્વામી, ભૂપતભાઈ પનારા, રાહુલભાઈ જોશી, મુબારકભાઈ જુનેજા, ભરતભાઈ મુલીયાણા, શૈલેશભાઈ ખોખર, પરબતભાઈ બાંભવા, ફાયરમેન જયેશભાઈ દાણીધારીયા, વિનોદભાઈ મકવાણા, જુનિયર ફાયરમેન અલ્તાફ રાઉમા, કપિલ વૈરાગી, અનીલ સોલંકીએ, મહેશ હેરભા, જયેશ ડાભી, ભુપતભાઈ જેસાણી, વિપુલ વાળા, ઇન્દરીશ રાઉમા, નરેન્દ્રસિંહ ઝાલા, શૈલેશ મેર, ઈરફાન ચૌહાણ વગેરે સહિત ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના કુલ ૭૦ જેટલા જવાનો જોડાયેલા છે.