ઘરના લોકો સૂતા રહ્યા અને ચોર કળા કરી ગયો
કેશોદના આંબાવાડી સર્વોદય હાઇસ્કુલ હવેલી પાસે આવેલ શિતઇ આઇસ્ક્રીમ વાળાના મકાનમાં ગતરાત્રે કોઇ પ્રવેશ કરી રૂપિયા પોણો પાંચ લાખની રોકડ રકમની ચોરી કરી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
આ બનાવની વિગત જોઇએ તો ગત રાતે આંબાવાડી બગીચા પાસે આવેલ શિતલ આઇસ્કીમ વાળા રતિભાઇના ઘરમાં પોણા પાંચ લાખની ચોરી થઇ છે જો કે જે ઘરમાં રોકડા પોણા પાંચ લાખ પડીયા હતા. તે ઘરના માલીક એક એસી વર્ષના પોતાના માજીના સુતા હોય તે રૂમમાં ભગવાનના મંદિર નીચે રોડક રકમ મુકી પોતે બીજે સુવા નીકળી ગયા નીકળી ગયા હતા અને ડેલે તાળુ મારીયા વગર એક ડોશીમાના રૂમમાં આટલી રકમ રાખવી એ ઘર ઘણી ની બેદરકારી નહીં તો બીજું શું? અને પહેલા તો આટલી મોટી રકમ ઘરમાં શું કામ રાખવી જોઇએ? અને રાખી તો ઘરના જવાબદાર વ્યકિત ત્યાં શું કામે નો સુતા? આટલી રકમ ઘરમાં પડી હોય તે રૂમ એશી વર્ષના માજી કોટ ઘટના બને તો શું કરી શકવાના તેવા વિચાર ઘર ના જવાબદાર લોકો એ કેમ ન કર્યો? તે બધા પાસા પર પોલીસએ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ અમારા રિપોર્ટર પ્રકાશ દવે એ.ડી.વાય. એસ.પી. જે.બી. ગઢવી સાથે વાતચીત કરતા આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે પહેલા આટલી મોટી રકમ લોકોએ ઘરમાં શું કામ રાખવી જોઇએ આજે બેંકોની આટલી મોટી સુવિધા ઉપલબ્ધ છે અને ગમે ત્યારે પૈસા ઉપાડી શકીએ અથવા તો ચેકથી પણ કોઇને પેમેન્ટ કરી શકાય છે ત્યારે તેવી સ્થિતિમાં આટલી મોટી રકમ લોકોએ ઘરમાં શું કામ રાખતા હશે તેમ જણાવ્યું હતું ત્યારે ડી.વાય.એસ.પી. જે.બી. ગઢવી નું સુચના પણ સાચી છે આવી પરિસ્થિતિમાં લોકો તેમ છતાં પૈસા રાખે બે કાળજી શું કામ રહેતા હશે? તે બાબતે પણ વિચારની જરૂર છે તેમ જણાવ્યું હતું આમ હાલ તો ફરીયાદી રતિભાઇ ઉસદડીયાની ફરીયાદ નોંધી પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.