ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ જાહેરાત કરી હતી કે, ગ્રામ્ય વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ ૨૦૧૭ ૮ જૂની ૧૦ જૂન સુધી યોજાશે. જયારે શહેરી વિસ્તારમાં આ કાર્યક્રમ ૨૨ ી ૨૪ જૂનના રાખવામાં આવ્યો છે. જેમાં ૫ લાખ નિવૃત શિક્ષકો અને આચાર્યોને જોડી દેવામાં આવશે. વિડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા કક્ષાના સરકારી અધિકારીઓને સંબોધતા ‚પાણીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની સંપૂર્ણ વિગતો આપી હતી અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા, મેઈક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, ડિજીટલ ઈન્ડિયા વગેરેમાં તમામના યોગદાન માટે જણાવ્યું હતું.
આ શાળા પ્રવેશોત્સવમાં પાંચ લાખ નિવૃત્ત શિક્ષકો અને આચાર્યોને જોડી દેવામાં આવશે જે પણ એક સામાજીક જવાબદારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજય સરકારે શાળા પ્રવેશોત્સવ માટે સહયોગી તરીકે ૧.૬૦ લાખ શિક્ષકોની નિમણૂંક કરી છે. વધુમાં ૧.૨૫ લાખ શાળાના વર્ગો, ૩૦ લાખ પટાંગણો અને ૨૦ હજાર કોમ્પ્યુટર લેબ તૈયાર કરવામાં આવી છે. જેના દ્વારા વિર્દ્યાીઓને યોગ્ય શિક્ષણ મળી રહે. આ ઉપરાંત નવા સત્રમાં ૨૫૦૦ વર્ચ્યુઅલ કલાસ‚મ બનાવવા માટે પણ રાજય સરકારે ચર્ચા વિચારણા શ‚ કરી છે. બાળકોને શિક્ષણની સુવિધા મળે તે માટે સરકારે બજેટમાં પણ ૨૫ હજાર કરોડ ફાળવ્યા છે. જેના દ્વારા ૮૭ હજાર બાળકોને શિક્ષણ મળી રહેશે.