ટેન્કરના ચાલક ક્લિનર અને લકઝરી બસમાં મુસાફરી કરતા મહુવા પંથકના ત્રણ યુવકના મોત
રાજકોટ ખેડા જીલ્લાના કઠલાલ નજીક ટ્રક અને ક્રુઝર સર્જાયેલા અકસ્માતમાં મઘ્યપ્રદેશના ૧૪ શ્રમિકોના ભોગ લીધાની ઘટનાની શાહી સુકાય નથી ત્યારે મોડી રાત્રે અમદાવાદ-ભાવનગર હાઇ-વે આવેલી તુલશી હોટલ પાસે ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં મહુવાના ત્રણ અને ટેન્કરના ચાલક અને કલીનર સહીત પાંચના મોત નિપજયા હતાં.
અકસ્માતને પગલે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લકઝરી બસમાં ઘવાયેલા આઠ મુસાફરોને ૧૦૮ મારફતે ભાવનગરી સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મહુવાથી સુરત જઇ રહેલી મીના ટ્રાવેલ્સની લકઝરી બસ અને ધોલેરા તરફથી આવતા ટેન્કર વચ્ચે વેળાવદર ભાલ પાસે આવેલી અધેવાળ ચેક પોસ્ટ નજીક બન્ને વાહનો વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની જાણ વેળાવદર ભાલ પોલીસ મથકના પી.એસ.આઇ. વાઘેલા સહીતના સ્ટાફ અને ૧૦૮ નો સ્ટાફ દોડી ગયો હતો. અને ઘવાયેલા લોકોને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્મ્ાતમાં ગંભીર રીતે ઘવાયેલા ટેન્કરના ચાલક અને કલીનરના ઘટના સ્થળે મોત નિપજયાં હતાં.
જયારે સર ટી હોસ્પિટલમાં ગંભીર રીતે ઘવાયેલા સુરત સ્થાયી થયેલા અને મુળ મહુવા તાલુકાના માળવાવ ગામના પ્રવિણભાઇ ઓધડભાઇ મકવાણાના નામના ૩૦ વર્ષીય યુવાન, મહુવાના તાતણીયા ગામના સબ્બીર ઉર્ફે કાળુ યુનુસભાઇ સંધી અને મહુવાના વાધનગાન નિતેષ ભવાનભાઇ નકુમ નામના આહિર યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
જયારે આઠ મુસાફરોને સારવાર આપવામાં આવી રહી છે. દિવાળીના વેકેશનમાં વતન આવેલા અને પરત સુરત જતી વેળાએ અકસ્માત સર્જાયો હતો.
ભાવનગર એ ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ. એન.જે. વાઘ, સ્ટાફમાં હમુભા, વિશ્ર્નુભાઇ, નરેન્દ્રસિંહ ચુડાસમા અને હોસ્પિટલ ચોકીના એ.એસ.આઇ. એ.ડી. કનાળા સહીતના સ્ટાફે કાગળો કરી વધુ તપાસ માટે વેરાવદર ભાલ પોલીસને કાગળો મોકલી આપ્યા હતા.