બે મહિલા સહિત આઠ શખ્સોએ પાઇપથી સામસામે હુમલો કર્યાનો નોંધાતો ગુનો
રાજકોટ તાલુકાના વાંકવડ ગામે વાડીએ વંડો બનાવવાના પ્રશ્ર્ને ચાલતા ઝઘડાના કારણે બે મહિલાએ પાઇપથી સામસામે હુમલો કરતા મહિલા સહિત પાંચ ઘવાતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકવડ ગામે કુવરજીભાઇ રાઠોડે પોતાની વાડીએ વંડો બનાવતા તેના જ કુંટુબી રમેશ વાઘજી રાકાણી સાથે ઝઘડો થતા રમેશ વાઘજી રાકાણી, જયંતી રમેશ રાકાણી, દિપક કેશુ રાકાણી અને મંજુબેન રમેશભાઇ રાકાણીએ એક સંપ કરી લોખંડના પાઇપથી સુનિલભાઇ કુવરજીભાઇ રાઠોડ અને શાંતાબેન કુવરજીભાઇ રાઠોડને માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
જ્યારે જયંતીભાઇ રમેશભાઇ રાકાણી, દિપકભાઇ રમેશભાઇ અને રમેશભાઇ પર પાઇપથી હુમલો કર્યા અંગેની વાંકવડ ગામના કુવરજી વેલજી રાઠોડ, સુનિલ કુવરજી રાઠોડ, સંજય કુવરજી રાઠોડ અને શાંતાબેન કુવરજીભાઇ રાઠોડ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.એરપોર્ટ પોલીસ મથકના પી.એસ.આઇ. વી.સી.પરમાર સહિતના સ્ટાફે સામસામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.