ટ્રમ્પના નિર્ણયથી એચ.-બી વિઝા એકસ્ટેન્ડ નહીં કરાય
ટ્રસ્મપ સરકારની નીતિને લઇને અમેરીકાથી પ લાખ ભારતીય ટેકનો સેવી લોકોને અમેરીકા છોડવું પડશે તેવી નોબત આવી ઉભી છે.
અત્યાર સુધી ભારતીય આઇ.ટી. નિષ્ણાત લોકોને એવું હતું કે – વર્ક વિઝા બાદ આસાનીથી ગ્રીન કાર્ડ એટલે કે પરમેનન્ટ રેસીડન્સી (પી.આર.) મળી જશે પરંતુ એવું થતું દેખાતું નથી. ટ્રમ્પ સરકાર એક એવી દરખાસ્ત પર વિચારણા કરી રહી છે. જેનો અગર અમલ થાય તો આશરે પ લાખ ભારતીય આઇ.ટી. નિષ્ણાતોને સ્વદશ પરત ફરવું પડશે. આમ પણ ટ્રમ્પ સરકારે આવતા વેંત જ એવો ઇશારો આપ્યો હતો કે બાય અમેરીકન, હાયર અમેરીકન તેમજ અમેરીકન ફર્સ્ટ મતલબ કે અમેરીકામાં બનતી વસ્તુ જ ખરીદો અને અમેરીકનોને જ નોકરી આપો તેમજ નોકરીમાં અમેરીકનોને પ્રાધાન્ય આપો પછી તે કંપની અમેરીકન હોય કે વિદેશી આમ, ખુરશી સંભાળતા વેંત ટ્રમ્પની આવી જાહેરાતથી અમેરીકા વસેલા ભારતીયોના શ્વાસ અઘ્ધર થઇ ગયા હતા.
અત્યારે અમેરિકામાં ૧૧ લાખ ભારતીયો રહે છે જે પૈકી કેટલા ગુજરાતીને અસર થશે તેની પુષ્ટિ નથી. ટ્રમ્પના નિર્ણયથી એચ. ૧ બી વિઝા એકસ્ટેન્ડ નહી કરાય. અમેરીકનોને નોકરી અને તેની સુરક્ષા માટેનું પગલું છે તેમ ટ્રમ્પ સરકારની દલીલ છે.આ સિવાય વિદેશી કર્મચારીઓને લધુતમ વેતન, ટેલેન્ટના મુવમેન્ટ પર નવા નિયંત્રણ લાદવા પણ ટ્રમ્પ સરકાર વિચારણા કરી રહી છે. ટ્રમ્પની નીતિ હેઠળ પડતર અરજીવાળા ગ્રીન કાર્ડ ધારકોના વિઝા રીન્યુ નહી કરવાની આ હિલચાલ છે. અગર દરખાસ્ત અમલી બની તો આશર પ લાખ થી વધુ ભારતીયોને અમેરીકા છોડીને સ્વદેશ પરત ફરવું પડશે.