પોલીસની હાજરીમાં જમીનના વિવાદમાં ક્ષત્રિય તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ખેડૂતનું મોત નીપજ્યુ’તુ: ૨૧ શખ્સો સામે ગુનો નોંધાયો હતો
રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનનાં વિવાદમાં ખેડુતો પર કરાયેલા હુમલામાં ઘવાયેલા ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં જેલહવાલે રહેલી ચાર મહિલા સહિત પાંચ શખ્સોની જામીન અરજી અદાલતે નકારી કાઢી ફગાવી દેતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે ગત તા.૩૦ ના રોજ પોલીસની હાજરીમાં ખેડુતની પોતાની જ વાડીમાં કોળી જુથ દ્વારા તિક્ષ્ણ હયિાર વડે કરવામાં આવેલા હુમલામાં લગધીરસિંહ નવુભા જાડેજા નામના ૫૭ વર્ષના ગરાસીયા પ્રૌઢનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જ્યારે હરેન્દ્રસિંહ જાડેજા સહિત બે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવમાં આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરી છગન બીજલ, મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષમણ લાલજી રાઠોડ, લાભુબેન છગન રાઠોડ, દેવુબેન મગન રાઠોડ, દક્ષાબેન લક્ષમણ રાઠોડ, કાન્તાબેન રમેશ રાઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથાભાઈ, ભુપત નાથા, રોનક નાથા, પોપટ વશરામ, કેશુબેન વશરામ, ચના વશરામ, સામજી બચુ, અક્ષીત છાયા સહિત ૨૧ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં ૧૬ શખ્સોની ધરપકડ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હરેન્દ્રસિંહ સહિતના ખેડૂતની પોતાની જમીનનો કેસ સુપ્રિમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને સમજાવેલ છતાં નહીં સમજતાં વાતાવરણ તંગ જણાતા પોલીસે વધારાનો સ્ટાફ બોલાવેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયત્ન કરતા ત્યારે કોળી જુ દ્વારા પોલીસની હાજરીમાં બનાવ બનેલ હતો.
આ ગુનામાં તપાસ પૂર્ણ તાં જેલ હવાલે રહેલા નાા જેરામ, લાભુબેન છગન, દેશુબેન મગન, દક્ષાબેન લક્ષ્મણ અને કાન્તાબેન રમેશે જામીન પર છુટવા અરજી કરી હતી. જે જામીન અરજીની સુનાવણીમાં ઉભય પક્ષોની મૌખીક રજૂઆતો, મુળ ફરિયાદ તરફેના લેખીત વાંધાઓ, પોલીસનું જામીન અરજી વિરુધ્ધ કરેલુ સોગંદનામ તેમજ ઉચ્ચ અદાલતના ચુકાદા વિગેરે ધ્યાને લઈ એડિશ્નલ સેસન્સ જજ વી.વી.પરમારે ચાર મહિલા સહિત પાંચેય શખ્સોની જામીન અરજી નામંજૂર કરી છે. આ કામમાં સરકાર પક્ષે એપીપી કમલેશભાઈ ડોડીયા,રક્ષીત કલોલાએ ધારદાર દલીલો કરી હતી. જ્યારે મુળ ફરિયાદી વતી એડવોકેટ રુપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ જાડેજા, શિવરાજસિંહ અને ભરત સોમાણી રોકાયા છે.