જિલ્લા કલેકટર આયોજીત ઓપન હાઉસમાં બિનખેતીના ૨૫ અને પ્રીમિયમના ૧ સહિત કુલ ૪૧ હુકમોનું લાભાર્થીઓને વિતરણ

જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા ગઈકાલે જિલ્લા સેવા સદન ખાતે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં વસતા પાકીસ્તાનના ૮ હિંદુઓને કલેકટરના હસ્તે ભારતીય નાગરિકત્વની સાથે બિનખેતીના ૨૫ અને પ્રીમિયમના ૧ સહિત કુલ ૪૧ હુકમોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લાના નવનિયુક્ત કલેકટર રેમ્યા મોહન દ્વારા આવતા વેંત જ વહીવટી કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે. જેમાં તેઓએ તમામ હુકમોનું વિતરણ કરવા દર મહિને બે વખત ઓપન હાઉસ યોજવાનું નક્કી કર્યું છે. જે મુજબ ગઈકાલે જિલ્લા સેવા સદન ખાતે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપન હાઉસમાં કુલ ૪૧ લાભાર્થીઓને વિવિધ હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટમા કુલ ૮ પાકિસ્તાનના હિંદુઓ છેલ્લા ૭ વર્ષથી વધુ સમયથી વસે છે. તેઓ વિઝા ઉપર અહીં રહે છે. તેઓની ભારતીય નાગરિકત્વ મેળવવાની અરજી ઉપરની કક્ષાએથી મંજુર થતા ઓપન હાઉસમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા દેવજી સોમત, નીનબાઈ દેવજી, અશોક નામોરી, શીખી ખેરાત, દિશાન મુનરાજ, લક્ષ્મી કિશન, રાજબાઈ તેજપાલ અને હસમલ ખમુને ભારતીય નાગરિકત્વ આપ્યું હતું. આ સાથે જિલ્લા કલેકટર દ્વારા ૨૫ બિનખેતીના હુકમોનું પણ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.