ડિજિટલ યુગમાં પશુ બલીની પરંપરા યથાવત !!
ભુલવણ ગામની સુખ:શાંતિ માટે દેવપૂજન વિધિમાં
6 બોકડાની બલી ચડાવી’તી
બોકડાના માંસનો પ્રસાદ આરોગતા એક સાથે 14 વ્યક્તિઓને ઝેરી અસર થઈ
ધારાસભ્ય, કલેકટર, પ્રાંત અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો ભુલવણ દોડી ગયો
અબતક-રાજકોટ
દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામમાં સુખ:શાંતિ માટે થયેલા દેવપૂજનની વિધિમાં 6 બોકડાઓની બલી ચડાવી નોનવેજ આરોગતા એક સાથે 14 લોકોને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પાંચ વ્યક્તિઓના મોત નિપજતા ભુલવણ ગામ હિબકે ચડ્યું હતું. આ અંગે તંત્રને જાણ થતા ધારાસભ્ય, કલેકટર, પ્રાંત અધિકારી અને આરોગ્ય વિભાગનો કાફલો ગામમાં દોડી આવ્યો હતો.
દેવગઢ બારિયા તાલુકાના ભુલવણમાં સાંજના સમયે 14 લોકોને મોઢામાંથી ફીણ નીકળવા સાથે ચક્કર આવવા લાગ્યા હતા. ત્યાર બાદ એકાએક તેમની તબિયત ખરાબ થયા બાદ દોડધામ મચી ગઇ હતી. આ પૈકીના પાંચ લોકોનાં મોત થઇ જતાં ગામની સુખ-શાંતિ માટે કરાતી વિધિના અંતિમ દિવસે જ આખું ગામ હીબકે ચઢ્યું હતું. 12 લોકોને દેવગઢ બારિયાના સરકારી દવાખાનમાં દાખલ કરાયા બાદ બેને રિફર કરાયા છે. તમામને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ત્યારે વિધિ બાદ ઘરે લઇ જવાયેલા બકરાનું મટન ખાતાં કે પછી અન્ય કોઇ કારણોસર તેઓ ભોગ બન્યા હતા એની તપાસ શરૂ કરાઇ છે. જોકે મૃતકોના વિસેરાના પરીક્ષણ બાદ મોતનું સાચું કારણ સામે આવે તેમ છે.આ ઘટનામાં ગામના કનુભાઈ સોમાભાઈ માવી, દલસિંહ ધનજીભાઈ માવી, બાબુભાઇ ફુલજીભાઈ માવી અને સનાભાઈ ભવનભાઈ માવી સહિત પાંચ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બાર લોકોને ઝેરી અસર થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ બનાવની જાણ થતાંબનાવને પગલે પોલીસ સાથે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પણ દેવગઢ બારિયા અને ભુલવણ ધસી જઇ તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય બચુભાઇ ખાબડ, પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ સહિતના લોકો પણ દવાખાને દોડી ગયાં હતાં. આ ઘટનાની તપાસ માટે આરોગ્ય અને પોલીસ વિભાગની ટીમો મોડી રાત સુધી જોતરાયેલી હતી.
તબીબના પ્રાથમિક તારણ મુજબ ફૂડ પોઇઝનિંગથી જ તમામનાં મોત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યાર વિધિમાંથી ઘરે લઇ જવાયેલા બકરાંનું મટન ખાધા બાદ તમામને ફૂડ પોઇઝનિંગ થયું કે પછી અન્ય કારણોસર એ અંગેની તપાસ શરૂ કરાઇ છે. જોકે પોસ્ટમોર્ટમ બાદ અને એ દરમિયાન મૃતકોના વિસેરાના પરીક્ષણ બાદ જ મોતનું સાચું કારણ જાણવા મળે તેમ છે.
ફુડ પોઇઝનિંગથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ કાઢ્યુ છે. જોકે સેમ્પલ લઇને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં છે ત્યાર બાદ જ કંઇ કહી શકાશે.