આજના બેઠાડું જીવન માં લોકો વજન વધારવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તેઓ ઘણી બધી દવાઓ લે છે, ડાયટ કરે છે અને ઘણા લોકો તો ખોરાક પણ બંધ કરી દે છે પરંતુ તેઓને જાણ હોતી નથી કે અમુક પ્રકારના ખોરાક બંધ કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી. તમારા શરીરને ચરબીયુક્ત આહારની જરૂર છે જે ફક્ત વજન ઘટાડવા માટે જ જરૂરી નથી, પરંતુ તમારા શરીરને એકંદર સુખાકારી માટે પણ જરૂરી છે.એવા ઘણા ખોરાક છે કે જેની સહાયથી, તમે તમારા ભૂખ હોર્મોન્સનું નિયમન કરી શકો છો .
એવા ઘણા ખોરાક છે કે જેનું સેવન કરવાથી વજન પણ વધતું નથી અને શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન પણ મળી રહે છે જેની માહિતી નીચે મુજબ છે :
1.એવોકાડોઝ
એવોકાડોઝ એ એક મોનોનસેચ્યુરેટેડ ચરબીથી સમૃદ્ધ, વજન ઘટાડવા માટે તમારું ઉચ્ચ ચરબીયુક્ત ખોરાક છે. એવોકાડોઝ ફાઇબર અને પ્રોટીનની સામગ્રી માટે પણ જાણીતા છે જેના ખાવાથી લાંબા સમય સુધી ભુખ લાગતી નથી. એવોકાડોઝ ઉચ્ચ કેલરીવાળા ખોરાકથી દૂર રાખે છે.
2.ઈંડા
જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે ઘણા લોકો ચરબી વધારે હોવાને ધ્યાનમાં રાખીને, ઇંડામાં જરદી ખાવાનું ટાળે છે. જો કે, જ્યારે ઇંડા જરદીમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે.ઇંડાની જરદીમાં તંદુરસ્ત ચરબી હોય છે, જેના દ્વારા શરીરને પ્રોટીન પણ મળે છે અને વજન પણ વધતો નથી.તેથી, આખા ઇંડા ખાવા વજન ઘટાડવાના આહાર માટે આવશ્યક છે.
3.ડાર્ક ચોકલેટ
લોક દ્વારા એવું કહેવામાં આવે છે કે ચોકોલેટ નું વધુ પડતું સેવન કરવાથી વજનમાં વધારો થાય છે પરંતુ એક અધ્યયનમાં જાણવા મળ્યું છે ડાર્ક ચોકોલેટ વજનમાં ઘટાડો કરી શકે છે .ડાર્ક ચોકોલેટમાં શુદ્ધ કોકો અને માખણ શામેલ છે, જે તમને લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અને વજન ઘટાડવા માટે મદદ કરે છે. તેમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર, હેલ્ધી ફેટ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝમાં પણ સમૃદ્ધ છે અને તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે બ્લડ પ્રેશરનું જોખમ પણ ઘટાડે છે.
4.નાળિયેર તેલ
નાળિયેર અથવા તો રસોઈમાં નારિયેળ તેલનો ઉપયોગ કરવાથી તે ડાઈટમાં કોઈ નુકસાન કરતું નથી અને વજનમાં પણ વધારો થતો નથી. તેમાં લૌરિક એસિડથી આવે છે જે બેક્ટેરિયા સામે લડે છે અને કોલેસ્ટરોલનું સ્તર સુધારે છે.
5.માછલી
સાલ્મોન, સારડીન અને મેકરેલ જેવી ચરબીવાળી માછલીમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ અને પ્રોટીન હોય છે જે આપણા હૃદય માટે સારું છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તે સિવાય, આ માછલીઓ પ્રોટીનથી સમૃદ્ધ છે.આ માછલીઓનું સેવન કરવાથી વજનમાં પણ વધારો થતો નથી.