આ પૂર્વ પણ થતી હતી લોકસભા અને ધારાસભાની જોઇન્ટ ચુંટણી
એક દેશ એક ચુંટણીને લઇને જયા દેશમાં ચર્ચાઓએ જોર પકડયું છે ત્યારે હકિકત એવી છે કે વડાપ્રધાન મોદીએ આ સપનાને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ મુશ્કેલીઓનો સામનો કરવા પડશે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચુંટણી એક સાથે કરાવવા માટે બંધારણમાં પાંચ અનુચ્છેદોમાં સંશોધન કરવું પડી શકે છે. માટે ચુંટણી પંચે યુનિયન લો મીનીસ્ટ્રીને સંદેશ મોકલ્યો હતો. ભુતકાળની ચુંટણીઓની ચૂનોતીઓનો લઇ વડાપ્રધાન મોદી તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ મુદ્દો ઉછાળવામાં આવી રહ્યો છે.
ચુંટણી પંચ પહેલા જ એક ચુંટણી કરાવવાને લઇને તમાહી સહમતિ દર્શાવી દીધી છે. ઇલેકશન કમિશને તો ત્યાં સુધી કહી દીધું કે બંધારણમાં સંશોધન કરીને એક સાથે ચુંટણી કરાવવા માટે વિધાનસભા કાર્યકાળને વધારી કે ઘટાડી પણ શકાય છે. આ વિરોધ પક્ષની પાર્ટીઓનું સમર્થન મેળવવા સિવાય એક સાથે ચુંટણી માટે બંધારણ ઘણાં મોટા સંશોધન કરવા પડશે. આ સંશોધનમાં લોકસભાના કાર્યકાળ સુધી કરાવાવાળ અને રાજયસભા સદસ્યોનો કાર્યકાળ નિર્ધારિત કરવાવાળા અનુચ્છેદને ૮૩નું સંશોધન પણ જોડાયેલું છે. લો મીનીસ્ટ્રી રિપોર્ટ મુજબ એક સાથે ચુંટણી કરાવવા માટે અનુચ્છે ૮૩ સિવાય સંસદીય સત્રને સ્થગિત કરવા અને ખતમ કરવાવાળા અનુચ્છેદ ૮૫, વિધાનસભાના કાર્યકાળ નકકી કરવાવાળા અનુચ્છેદ ૧૭૨ અને વિધાનસભા સત્રને સ્થગિત અને ખતમ કરવાવાળા ૧૭૨માં સંશોધન કરવાનું રહેશે. જ સાથે જ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની જોગવાઇવાળા અનુચ્છેદ ૩૫૬ માં પણ સંશોધન કરવું પડશે.
અહિ ઘ્યાન આપવાની જરુર છે કે ચુંટણી કેલેન્ડરમાં પણ આ પ્રકારમાં વ્યાપક પરિવર્તન માટે બન્ને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતિ હોવી જરુરી છે. ચુંટણી આયોજ મુજબ એક સાથે ચુંટણી માટે આયોગે લગભગ બે હજાર કરોડ રૂપિયાના ઇવીએમ મશીનની જરુરત પડશે આ મશીન બરોબર કામ કરવાનું આયુષ્ય માત્ર ૧પ વર્ષ છે. એટલે કે આ મશીન પોતાના કાર્યકાળમાં માત્ર ત્રણ ચુંટણી જ કરાવી શકે છે. આ ૧પ વર્ષમાં તેને રિપ્લેસ કરવા ઘણા મોંધા અગાઉ પણ થતી હતી એક સાથે ચુંટણી વર્ષ ૧૯૫૧-૫૨, ૧૯૫૭-૫૮ સુધી લોકસભા પણ ૧૯૬૭ માં રાજકીય ઉથલપાથલ બાદ પરિસ્થિતિઓ બદલાઇ અને ફરી અલગ અલગ થયું.
ત્યારથી અત્યાર સુધી દર વર્ષે ઘણી ચુંટણીઓ આવે છે આ મામલે સરકારનો તર્ક છે કે માત્ર વિકાસ યોજનાઓ પર પ્રતિકુળ ખર્ચ થાય છે પણ સંસાધનોનો ખોટો ઉપયોગ થાય છે. માટે આ વખતે ચુંટણીમાં સુધારા વધારા મહત્વ ધરાવે છે.