1.1 થી લઇ 2.8ની તીવ્રતાના આંચકા: વહેલી સવારે કચ્છના ખાવડામાં પણ 1.8નો ભૂકંપ અનુભવાયો

અમરેલીમાં સતત બીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. રાતે 9:44 થી 2 વાગ્યા સુધીમાં ભૂકંપના કુલ પાંચ આંચકા આવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ઘણા ખરા લોકોતો ઘરની બહાર દોડી આવ્યા હતા.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, રાતે 9:44 વાગ્યે અમરેલીથી 43 કિમિ દૂર 2.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ 10:47 કલાકે અમરેલીથી 42 કિમી દૂર 2.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. મોડી રાતે 11:09 કલાકે અમરેલીથી 44 કિમી દૂર 1.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ 11:30 કલાકે અમરેલીથી 28 કિમી દૂર 1.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. અને છેલ્લે રાતે 2:32 કલાકે અમરેલીથી 44 કિમી દૂર 1.7ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.

ઉપરાંત આજે વહેલી સવારે કચ્છના ખાવડાથી 44કિમી દૂર 1.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. જો કે આંચકા સામાન્ય હોય લોકોએ ગભરાવાની જરૂર નથી તેમ વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે.

આગામી ચાર-પાંચ દિવસમાં ઠંડીનું જોર ઘટશે: રાજ્કોટનું 13.1 ડિગ્રી લઘુતમ તાપમાન

ગુજરાતમાં આગામી  ૪-૫ દિવસ દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાન ચાર ડિગ્રી વધતાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગત રાત્રિએ ૪.૨ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૭ ડિગ્રીનો ઘટાડો થયો હતો. આગામી ૩ દિવસ નલિયામાં ૭ થી ૯ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના છે.

રાજકોટમાં ૧૩ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું  હતું. આગામી ૩ દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રીથી તબક્કાવાર વધતું જવાની સંભાવના છે.હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધતું જશે અને આગામી સપ્તાહ સુધીમાં ૩૭ ડિગ્રીએ પહોંચી શકે છે. ગત રાત્રિએ અન્યત્ર જ્યાં ઓછું તાપમાન નોંધાયું તેમાં ૯.૭ સાથે પાટણ, ૧૦.૭ સાથે ડીસાનો પણ સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.