ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને ઉધોગઋષી સ્વ.ચીનુભાઈ શાહ દ્વારા સ્થાપિત ઈન્ડિયન રીઅલ ફાઉન્ડેશન સંસ્થાનો મુખ્ય ધ્યેય સમાજમાં લોકોને કિડની વિશે જાગૃતિ લાવવાનો, કિડનીની નિષ્ફળતાના દર્દીઓની સેવા કરવી, કિડનીના રોગો ન થાય તે અંગેની જાગૃતિ ફેલાવવી, દર્દીઓનું પુર્ન:વસન, શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં પ્રયત્નશીલ રહેવાનું છે. જે અનુસંધાને ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા પાંચ ડાયાલીશીશ મશીન અર્પણ કરાયા છે.
સાબરકાંઠા હેલ્થ એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ક્રિષ્ના સાર્વજનિક હોસ્પિટલ નવીન અદ્યતન સુવિધાઓ સાથે જન્માષ્ટમીના પવિત્ર દિવસે શુભારંભ થયો હતો. અંદાજે પિયા પાંચ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ અદ્યતન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં તમામ પ્રકારની મેડિકલ સુવિધા અને રાહત દરે સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટર્સની સેવાઓ ઉપરાંત રાહતદરે દવાઓ, લેબોરેટરી, એક્ષ-રે, એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે ત્યારે આ હોસ્પિટલમાં ઈનિડયા રીનલ ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા ડાયાલીસીસ સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેમાં જરીયાતમંદ દર્દીઓને ડાયાલીસીસની સારવાર રાહત દરે આપવામાં આવશે. આ હોસ્પિટલ હનુમાનજી મંદિર પાસે, પીપલોદી, હિંમતનગર, અમદાવાદ, નેશનલ હાઈવે નં.૮ ઉપર બનાવવામાં આવી છે. લોકહિત માટે ચલાવવામાં આવતી આ હોસ્પિટલના ડાયાલીસીસ કેન્દ્રો જરીયાતમંદ દર્દીઓને લાભ લેવા ઈન્ડીયા રીનલ ફાઉન્ડેશન દ્વારા અનુરોધ કરાયો છે.