બાલતાલ ટમાં સર્જાઇ કરૂણાંતિક: ત્રણ યાત્રાળુઓ ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયા
અમરનાથ યાત્રાએ જતા પાંચ યાત્રાળુઓના બાલતાલ રૂટ ઉપર ભૂસ્ખલનના કારણે મોત નિપજયા છે. જયારે ત્રણ યાત્રાળુઓને ઇજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડવાયા આવ્યા છે.
મૃતકોમાં ચાર પુષ અને એક સ્ત્રીનો સમાવેશ થાય છે. રેલપટ્ટી અને બ્રારી માર્ગ વચ્ચે બાલતાલ રૂટ ઉપર આ કરૂણાંતિક સર્જાઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તથા સુરક્ષા દળોના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બનાવ બાદ મેડીકલ ટુકડીને સતકે રાખવામાં આવી છે. અગાઉ ઘટના સ્થળે નાનુ પુર આવ્યું હતું. જો કે તેમાં કોઇને ઇજા થઇ નહોતી. મૃતકો અને ઇજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં વરસાદ હોવાના કારણે ભુસ્ખલનની ઘટના બની હોવાનું માનવામાં આવે છે.
બીજી તરફ નેપાળ માર્ગે કૈલાસ માનસરોવર યાત્રાએ જવા નીકળેલા ૧પ૦૦ થી વધુ ભારતીય યાત્રાળુઓ ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે તિબેટ નજીક નેપાળની ખાતમા ફસાયા હોવાનું જાણવા મળે છે. હાલ ૧૦૪ યાત્રાળુઓને બચાવવામાં આવ્યા છે. ફસાયેલાને બચાવવા ૭ કોમર્શિયલ ફલાઇટસને કામે લગાડવામાં આવી છે.
પી.એમ. મોદીએ ફસાયેલા યાત્રાળુઓ અંગે ચિંતા વ્યકત કરીને તેમને તમામ સુવિધાઓ આપવા અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા આદેશ આપ્યો હતો.