- સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી: અમરેલીનું 39.4 જયારે રાજકોટનું 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં આગ ઝરતી ગરમી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ, બનાસકાંઠા,આણંદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં રાત્રીના સમયમાં ગરમીની આગાહી કરવામાં આવી છે. તેમજ ન્યૂનતમ તાપમાન 4-5 ડિગ્રી વધુ ગરમી પડી શકે છે.
અમદાવાદમાં મહત્તમ તાપમાન 39.0 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ સિવાય અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના 3 શહેરોમાં તાપમાન 39ને પાર ડિગ્રી સુધી પહોંચી ગયું છે. રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલા તાપમાનના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 39.0 ડિગ્રી, રાજકોટમાં 38.7, ગાંધીનગરમાં 39.6 ડિગ્રી, ડીસામાં 38.1 ડિગ્રી અને ભાવનગરમાં 37.3 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અને કાલે દિવસ-રાત ગરમ પવન ફૂંકાશે.
આગામી બે દિવસ માટે આઈએમડી દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. વળી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ અને રાજકોટમાં હીટવેવની ચેતવણી આપી છે. વળી, બનાસકાંઠા અને અમદાવાદમાં રાતે પણ ગરમ પવનો ફૂંકાવાની ચેતવણી આપી છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં તાપમાન સામાન્ય રહેશે.
- અમદાવાદ 39.0
- ગાંધીનગર 39.6
- વડોદરા 39.4
- ભુજ 36.7
- અમરેલી 39.4
- ભાવનગર 37.3
- પોરબંદર 34.6
- રાજકોટ 38.7
- સુરેન્દ્રનગર 38.8
- કેશોદ 37.7