રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ વરસાદ ડભોઈમાં અઢી ઈંચ, લીમખેડામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો
ગુજરાત પર ત્રણ જેટલી સિસ્ટમની અસર થવાથી રાજ્યભરમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ડભોઈમાં અઢી ઈંચ, લીમખેડામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દાહોદ અને સંખેડામાં પણ અઢી-અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં ધોલેરામાં સવા 2 ઈંચ, જાંબુઘોડામાં સવા 2 ઈંચ, કઠલાલમાં પોણા 2 ઈંચ, ગરબાડામાં પોણા 2 ઈંચ, વાગરામાં પોણા 2 ઈંચ, બોડેલીમાં પોણા 2 ઈંચ, માતરમાં પોણા 2 ઈંચ, જેતપુર પાવીમાં પોણા 2 ઈંચ, રાણપુરમાં 1.5 ઈંચ, નડિયાદમાં 1.5 ઈંચ, મોરવા હડફમાં 1.5 ઈંચ, છોટા ઉદેપુરમાં 1.5 ઈંચ, ક્વાંટમાં સવા ઈંચ, ઘોઘંબામાં સવા ઈંચ, કપરાડામાં સવા ઈંચ, સોજીત્રામાં સવા ઈંચ, ધાનપુરમાં સવા ઈંચ, ઉમરગામમાં સવા ઈંચ, ધંધુકામાં સવા ઈંચ, લુણાવાડામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે
ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ શકે છે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દ્વારકા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 18 જુલાઈએ ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત 19 જુલાઈએ બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, મોરબી, જામનગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડામાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગરમાં પણ 19 જુલાઈએ વરસાદની શક્યતા છે તેવું હવામાન વિભાગદ્વારા જણાવવામાં આવ્યું છે.
20 જુલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદમાં વરસાદની આગાહી છે. સાથે જ સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદ આશંકા છે. 21 જુલાઈએ મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી છે.
રાજ્યના 75 જળાશયો હાઈ એલર્ટ પર
રાજ્યમાં પહેલા અને બીજા રાઉન્ડમાં સારો વરસાદ થતા રાજ્યના કુલ 207 પૈકી 75 જળાશયો હાઈએલર્ટ પર આવી ગયા છે. ગુજરાતમાં સારા વરસાદને પગલે સૌરાષ્ટ્રના 21, કચ્છના 8 જળાશયો ઓવર ફ્લો થયા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ એક એક જળાશય ઓવરફ્લો થઇ ચૂક્યાં છે. હાલમાં રાજ્યના 15 જળાશયો એલર્ટ પર છે. 19 જળાશયો વોર્નિંગ પર છે. રાજ્યના 207 જળાશયોમાં કુલ 50.37 ટકા જળસંગ્રહ છે.
અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ?
કચ્છ -112.09
નોર્થ ગુજરાત. -51.02
ઇસ્ટ ગુજરાત. -41.18
સૌરાષ્ટ્ર -69.23
દક્ષિણ ગુજરાત -43.25
કુલ -52.34
છેલ્લા 24 કલાકનો વરસાદ
- દાહોદ તાલુકામાં વરસ્યો અઢી ઈંચ વરસાદ
- અમદાવાદના ધોલેરામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ
- પંચમહાલના જાંબુઘોડામાં બે ઈંચ વરસાદ
- કઠલાલ, ગરબાડા, વાગરામાં પોણા બે ઈંચ વરસાદ
- બોડેલી, માતર, પાવી જેતપુરમાં પોણા બે ઈંચ વરસાદ
- રાણપુર, નડીયાદ, મોરવા હડફમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- છોટા ઉદેપુર, ક્વાંટ, ઘોઘંબામાં સવા સવા ઈંચ વરસાદ
- કપરાડા, સોજીત્રા, ધાનપુરમાં સવા સવા ઈંચ વરસાદ
- ઉમરગામ, ધંધુકા, લુણાવાડામાં એક એક ઈંચ વરસાદ
- ફતેપુરા, સંજેલી, ડોલવણમાં એક એક ઈંચ વરસાદ
- આહવા, વાઘોડીયા, માંગરોળ,ગણદેવીમાં પોણો પોણો ઈંચ વરસાદ