વિશ્વ શાંતિ અને સુખાકારી અર્થે મહાવિષ્ણુયાગ તેમજ સવા લાખ કિલો ષોડશોપચાર દ્રવ્યોથી  ભગવાન નિલકઠજીનું પુજન અર્ચન કરાશે: નુતન દિવસોમાં દીપોત્સવ, રાસોત્સવ, આતશબાજી, જળયાત્રા, કાવડયાત્રા સહિતના આયોજકો

નર્મદા મૈયાના કિનારે અનેક મંદીરો આવેલા છે. સાધકો, ઋષિઓ સ્વયં હનુમાનજી આદિ દેવોએ નર્મદા કિનારે તપવ્રત સાધના કરેલ. આવા કિનારે પોઇચા ખાતે નીલકંઠ ધામે અહર્નિશ અખૈડ ધુન, યજ્ઞ, ભગવત સેવા પુજન દરરોજ ભકિતભાવથી કરાઇ રહ્યું છે.

નીલકંઠ ધામ ક્ષેત્રે છ વર્ષમાં પાંચ કરોડ જેટલા શ્રઘ્ધાળુ ભકતો દર્શન કરી કૃતાર્થના સાથે ધન્યતા અનુભવી ચુકયા છે.

દિવાળીના નવલા દિવસોમાં પોઇચા ખાતે નીલકંઠ વર્ણી ભગવાન લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણદેવ આદિ દેવોાના પુજન, અર્ચન, વંદનનો ઉત્સવ ઉજવાશે. આ કલ્યાણ મહોત્સવનો પ્રારંભ તા.ર૮ ઓકટોમ્બરના રોજ કરાશે.

DSC 1721

રાજકોટ ગુરુકુલ પરિવારના ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભાશીર્વાદ સહ આયોજીત કલ્યાણી મહોત્સવનો પ્રારંભ પુરાણી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીના હસ્તે કરાશે. પંચ દિનાત્મક કલ્યાણ મહોત્સવ અંતર્ગત સવારે ૫.૩૦ થી ૭ દરમ્યાન મંગળા આરતી, નર્મદા જળ કળશોનું પુજન, વિવિધ ઔષધી, વિવિધ ફળોના રસ, પંચગવ્ય, સાત સરિતા જળથી ભગવાનનો મહાભિષેક ધર્મવલ્લભદાસજી સ્વામી તથા ભકિતવલ્લભદાસજી સ્વામીના હસ્તે કરાશે.

સવારે ૮ કલાકે ભગવાનને નિત્ય નુતન શણગાર કરાશે. સવારે ૮.૧૫ થી સાંજના ૬ કલાક સુધી નીલકંઠ ભગવાનને ધાન્યાભિષેક, જલાભિષેક, તુલસી પુષ્પા ભિષેક થશે.

નિત્ય ૫૬ છપ્પન મહાભોગનો અન્નકુટ તથા વિવિધ ફળ, કઠોળ, શાકભાજી, ફરસાણ આદિની હાટડાના દર્શનનો ભકતો લાભ લઇ શકશે. નર્મદા મૈયામાં દિવાળીના નૂતન વર્ષેના દિવસોમાં પાંચ દિવસ બપોરે ૨.૩૦ થી નૌકા વિહાર ભગવાન કરશે. એ સાથે નૌકામાં તબલા, ઝાંઝ, સાથે કીર્તન ગાન કરતાં રહેશે.

DSC 1856

સાંજ પ કલાકે હાથી અંબાડી પર ભગવાન બિરાજશે વિવિધ સાથે ઠાકોરજી નીલકંઠ ધામમાં નગરયાત્રામાં વિચરશે. અહીંના વિઘાર્થીઓ તેમજ સેવક ગણ ઢોલના તાલે નૃત્ય કરશે. રાસ લેશે સંઘ્યા નિરાજન આરતીની સાન સંતો દ્વારા વિધિ થશે. જળ, શંખ, અતર, પુષ્પગુચ્છ, મયુર પંખા, તુલસી રોડ, ઢાલ,તલવાર, વેદ કળશ, ધુપ વગેરે દ્વારા ભગવાનની મહાનિરાજન ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી તથા ધર્મવલ્લભદાસજી આદિ મુંબઇ, વડોદરા, હૈદરાબાદ બેંગલોર, સુરત, નવસારી, કેશોદ, ઉના, રાજકોટ જુનાગઢ, આદિ ગુરુકુલ ધાર્મોથી પધારેલા સંતો આરતી ઉતારશે.ે

પાંચ દિવસ દરમ્યાન સવા લાખ કિલો ષોડશોપચાર દ્રવ્યોથી પ્રગટ ભગવાન નીલકંઠજીનું પુજન અર્ચન સંતો કરશે. દરરોજ વિશ્ર્વશાંતિ અને સુખાકારી અર્થે મહાવિષ્ણુયાગ થશે. દિવાળીના નૂતન દિવસોમાં દીપોત્સવ, રાસોત્સવ આતંશબાજી, જળયાત્રા, કાવડયાત્રા,  વગેરે વિવિધ આયોજનોનો વિનામૂલ્યે લાભ સહ લઇ શકશે.

નીલકંઠ વર્ણી ભયવાનના આ પંચ દિનાત્મક કલ્યાણ મહોત્સવના યજમાન ભૂમિતભાઇ ભરતભાઇ વિઠાણી લાભ લઇ રહ્યા છે. નૂતન વર્ષે મંદિરને લાઇટ ડેકોરેશન થી સજાવવામાં આવશે. આ રમણીયતા સાથે નર્મદા મૈયામાં સ્નાનાહિકનો લાભ લેવા ભાવિકોને મંદર વતી અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.