રાજસ્થાન, નેપાળ, મોરબી અને ધ્રોલથી આવેલા ચાર વ્યકિતઓ કોરોનાથી સંક્રમીત: ધોરાજીનાં જમનાવડમાં આઘેડને કોરોના વળગ્યો
અબતક,રાજકોટ
રાજકોટ શહેર અને જિલ્લામાં ફરી એકવાર કાળમુખા કોરોનાએ ફૂંફાડો માર્યો છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરમાં ચાર અને જિલ્લામાં કોરોનાનો એક કેસ મળી આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રાજયમાં ગઈકાલે કોરોના કુલ 27 કેસો મળી આવ્યા હતા સૌરાષ્ટ્રમાં જે સાત કેસો નોંધાયા છે. તેમાં પાંચ કેસ માત્ર રાજકોટ શહેર-જિલ્લામાં જયારે અન્ય બે કેસ ભાવનગર શહેરમાં નોંધાયા છે. એક સાથે કોરોનાના ચાર કેસો મળી આવતા શહેરીજનોમાં ફફડાય વ્યાપી જવા પામ્યો છે.
રાજકોટ શહેરમાં ગઈકાલે બપોર બાપ કોરોનાના ચાર કેસો મળી આવ્યા છે. જેમાં મોરબીની ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવતા વોર્ડ નં.10માં મોદી સ્કુલ પાસે રહેતા 48 વર્ષનાં પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ વેકિસનના બંને ડોઝ લીધા છે. તેઓના સંપર્કમા આવેલા પાંચ વ્યકિતઓ હાઈરિસ્ક અને 7 વ્યકિતઓ લો રિસ્ક પર છે. આ ઉપરાંત વોર્ડ નં.2માં 150 ફૂટ રિંગરોડ પર રહેતા 59 વર્ષના પુરૂષ જેઓ તાજેતરમાં રાજસ્થાનથી પરત ફયા છે. તેઓપણ કોરોના સંક્રમીત થયા છે. તેમના કોન્ટેકટમાં આવેલા પાંચ વ્યકિતઓ હાઈસ્કિ પર છે. 10 વ્યકિતઓ લો-રિસ્ક પર છે. તમામ પાંચેય ફેમીલી મેમ્બરે વેકિસનના બંને ડોઝ લીધા છે. ઉકત બંને દર્દીઓ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
આ ઉપરાંત શહેરના વોર્ડ નં.2માં અયોધ્યા ચોક પાસે રહેતા 45 વર્ષિય પુરૂષ પણ કોરોનાગ્રસ્ત બન્યા છે. તેઓ ધ્રોલની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. તેમના સંપર્કમાં આવેલા 2 લોકો હાઈરીસ્ક પર અને પાંચ વ્યકિતઓ લો રિસ્ક પર છે. બંને ફેમીલી મેમ્બરે વેકિસનના બંને ડોઝ લઈ લીધા છે. જયારે શહેરના વોડ નં.1માં રૈયાધાર વિસ્તારમાં રહેતી 26 વર્ષિય યુવતી પણ કોરોનાના ભરડામાં સપડાય છે. તે તાજેતરમાં નેપાળથી રાજકોટ આવ્યા હતા. તેના સંપર્કમાં આવલે એક વ્યકિત હાઈરિસ્કટ પર અને 63 વ્યકિતઓ લો રિસ્ક હેઠળ છે જયારે રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકાના જમનાવડમાં 66 વર્ષિય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હાલ જિલ્લામાં માત્ર કોરોનાના 6 એકિટવ કેસ છે જે પૈકી બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જયારે ચાર દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. રાજકોટ શહેરમા હાલ 12 એકિટવ કેસ છે. એક સાથે ચાર કેસ એક જ દિવસમાં મળી આવતા તંત્ર દ્વારા ટેસ્ટીંગ અને ટ્રેસ્ટીંગની કામગીરી વધારી દેવામાં આવી છે.
રાજયમાં શુક્રવારે કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા કોર્પોરેશનમાં 5, રાજકોટ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશનમાં 2, નવસારીમાં બે, ગાંધીનગર કોર્પોરેશનમાં એક અને રાજકોટ જિલ્લામાં એક એક નોંધાયા છે.
રાજયમાં હાલ 308 એકિટવ કેસ છે. જે પૈકી 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે. અને 304 દર્દીઓ સ્ટેબલ છે.