જવાહર ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહી હતી ભરતી : પાંચ ઉમેદવારોએ સમયમાં ફેરફાર કરી શારીરિક કસોટી આપી દીધી પાસ પણ થયા : પણ આગળ ન ચાલ્યું

હાલે સમગ્ર રાજયના અલગ અલગ જીલ્લાઓમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા પો.સ.ઇ./લોકરક્ષક કેડરની શારીરીક કસોટી ચાલુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ખાતેના જવાહર પરેડ ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે પ્રવિણકુમાર, ડી.સી.પી. ઝોન-1, રાજકોટના માર્ગદશર્ન અને સુપરવિઝન હેઠળ તેમજ નોડલ ઓફિસર  પી.કે.પટેલ ના.પો.અધિ. મુખ્ય મથક સુ.નગરનાઓ હોય તે દરમ્યાન તા.14/12/2021 ના રોજ સવાર કલાક 05/00 વાગ્યે શારિરીક કસોટીની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ હતી અને કલાક 9-00 વાગ્યાના સમયની લઇ ઉમેદવારોને કોલલેટરમાં જણાવેલ સુચના મુજબ પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલુ હતી.

તે દરમ્યાન ફરજ પરના અધિકારી વી.એન.જાડેજા પો.સ.ઇ.બજાણા પો.સ્ટે.નાઓ ઉમેદવાર આશીષકુમાર પાતુભાઇ ગઢવી વાળાનો કોલલેટર ચેક કરતાં તેની પાસે બે કોલ લેટર મળી આવેલ જેમાં એક કોલ લેટરમાં કલાક 06-00 નો સમય લખેલો હતો તથા બીજા કોલ લેટરમાં કલાક 08-00 વાગ્યાનો સમય હતો જેથી તેમાં ગેરરીતી થયેલનુ ધ્યાને આવી હતી.

રનીંગ ટ્રેક તેમજ ડી.રજીસ્ટ્રેશન તથા પી.એસ.ટી. કાર્યવાહીના જવાબદાર અધિકારીઓને આ બાબતે ધ્યાન દોરતા પો.સ.ઇ. એન.એન.જાડેજા મોરબીનાઓને પીએસટી કાઉન્ટર નંબર 1 થી 5 ઉપર ફરજ હોય તેઓએ ચેકીંગ કરતાં આવા કોલ લેટરમાં સમયમાં છેડછાડ કરનાર બીજા ઉમેદવારો,  મહેશ દિનેશભાઇ સેગલીયા રહે. રવેચી કૃપા, ગામ-મુંજકા, સૌરાષ્ટ્ર  યુનિવર્સિટી પાસે, રાજકોટ,  જયદિપસિંહ નટુભાઇ ગોહીલ રહે.ગામ- પીપરડીતા.વીંછીયા જી.રાજકોટ,  પ્રવિણભાઇ કરમશીભાઇ સાકરીયા રહે.ગામ-ફુલજર તા.વીંછીયા જી.રાજકોટ,  કિશન વજાભાઇ રાઠોડ રહે.પાળીયાદ જસરામની વાડીમાં, જી.બોટાદ વાળાઓ પણ આવી જ ગેરરિતી કરતાં મળી આવેલ હોય આમ, ઉપરોકત ઉમેદવારો પો.સ.ઇ/લોકરક્ષક ભરતી શારીરીક કસોટી દરમ્યાન પોતાને ભરતી બોર્ડ તરફથી અપલોડ થયેલું હતું.

કોલલેટર ના સમયમાં ચેડા કરી સદરહુ કોલ લેટર દ્વારા પોતાને પ્રવેશ મેળવવા માટેનો અધિકાર મળતો હોય તેવી કીમતી જામીનગીરી હોય તે વાત જાણવા છતા તેમાં ફેરફાર કરી ખોટો દસ્તાવેજ (કોલ લેટર) બનાવી પોતાને અંગત દોડવામાં ફાયદો થાય તે હેતુથી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ઠગાઇ કરી ગુન્હો કરેલ હોય જેથી તેઓ વિરૂધ્ધ સુ.નગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11211 057211808 ઈ.પી.કો. કલમ 417, 465, 467, 468, 471 મુજબનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ વી.વી.ત્રિવેદી પોલીસ ઇન્સ્પેક્ટર ઈ.ચા.સુ.નગર સીટી એ ડીવીઝનનાઓ ચલાવી રહેલ છે.

ઝડપાયેલા તમામ ના રિમાન્ડ માગવામાં આવશે

સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે છેલ્લા અનેક દિવસથી પોલીસ અને પીએસઆઇ માટેની શારીરિક કસોટીની પરીક્ષા યોજવામાં આવી રહી છે તેવા સંજોગોમાં અનેક ઉમેદવારો એ શહેરના જવાહર ગ્રાઉન્ડ ખાતે પરીક્ષા આપી છે ત્યારે ગઈકાલે સવારે શારીરિક કસોટી આપના રાજકોટના ચાર અને અન્ય એક જિલ્લાના ઉમેદવાર દ્વારા કોલ લેટરમાં છેડછાડ કરવામાં આવી હતી અને સમયમાં ફેરફાર કરી અને પરીક્ષા આપી અને પાસ પણ થઇ ગયા હતા તે સમયે ત્યાંના સ્થાનિક સ્ટાફ દ્વારા આ પાંચ ઉમેદવારોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની સામે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો તેવા સંજોગોમાં ઝડપાયેલા ઉમેદવારોના રિમાન્ડ સીટી પોલીસ દ્વારા માંગવામાં આવશે અને આ બાબતે આગળની તપાસ કામગીરી હાથ ધરવામાં આવશે એવું હાલમાં પોલીસ સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજકોટના હેડ કોન્સ્ટેબલ અને બોટાદના કોન્સ્ટેબલ ઝડપાયા

સુરેન્દ્રનગર ખાતે પીએસઆઈની શારીરિક કસોટીમાં કોલ લેટરમાં છેડછાડ કરનાર રાજકોટના ભકિતનગર પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ હોવાનો ધડાકો થયો છે.જેમાં પાચ આરોપી ઉમેદવારોમાં મુંજકા રહેતો મહેશ દિનેશભાઇ સેગલીયા હાલમાં જ પ્રમોશન મેળવી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યો હતો. પોલીસ બેડામાં ખળભળાટ થયો છે.

જેમાં કોલ લેટરમાં છેડછાડ કરનાર અન્ય આરોપીમાં આશીષકુમાર પાતુભાઇ ગઢવી, જયદિપસિંહ નટુભાઇ ગોહીલ (રહે.ગામ પીપ તા.વીંછીયા જિ.રાજકોટ) પ્રવિણભાઇ કરમશીભાઇ સાકરીયા (રહે.ગામ-ફલજર તા.વીંછીયા જિ. રાજકોટ) કિશન વજાભાઇ રાઠોડ (રહે. પાળીયાદ જસરામની વાડીમાં, જિ.બોટાદ)નો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.