કારોબારી પદ માટે નવ બેઠક સામેસમરસ પેનલે ૧૦ ઉમેદવારો ઉભા રાખ્યા:ટ્રેઝરર બિનહરીફ
સમરસ અને એક્ઝિટ પેનલ વચ્ચે જંગ: ૨૧મીએ મતદાન
બાર એસોસીએશનની તા.૨૧ને શુક્રવારના રોજ યોજાનારી ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં સમરસ પેનલના ટ્રેઝરર બિનહરીફ થયા છે. એકટીવ અને સમરસ પેનલ વચ્ચે જંગ જામશે અને પ્રચાર વેગવંતો બન્યો છે. પ્રમુખ સહિત છ હોદેદારો અને મહિલા અનામત મળી ૧૦ કારોબારી સભ્યો મળી ૧૬ બેઠકો પર ૩૭ ઉમેદવારો મેદાન પર ઉતર્યા છે. પ્રમુખમાં ત્રણ, ઉપપ્રમુખ બે, સેક્રેટરીમાં ચાર, જોઈન્ટ સેક્રેટરી બે અને લાયબ્રેરીમાં બે, મહિલા અનામત બે અને નવ કારોબારી બેઠકમાં ૨૫ વકીલોએ નસીબ અજમાવ્યું છે.
એકટીવ પેનલમાં પ્રમુખ તરીકે બકુલ રાજાણી, ઉપપ્રમુખ સિઘ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરીમાં જીજ્ઞેશ જોષી, જોઈન્ટ સેક્રેટરીમાં વિકાસ શેઠ અને કારોબારીમાં જનકકુમાર પંડયા, વિવેક ધનેશા, મુકેશ ભટ્ટી, તુષાર દવે, હરેશ પંડયા, જોષી વિશાલ, ઉન્નડ મોહસીન, ચૈતન્ય સાયાણી અને જીજ્ઞેશ સભાડ સહિતનાએ એકટીવ પેનલ વતી ઉમેદવારી નોંધાવી છે.
જયારે સમરસ પેનલમાં પ્રમુખ તરીકે સંજય વોરા, ઉપપ્રમુખ રાજેશ મહેતા, સેક્રેટરી પરેશ મા‚, જોઈન્ટ સેક્રેટરી નિલેશ પટેલઅને લાયબ્રેરી સેક્રેટરીમાં રાણા જયેન્દ્રસિંહ જયારે કારોબારી સભ્યમાં આચાર્ય મનીષ,ચાવડા રાજેશ, દોંગા પંકજ, જોષી નિશાંત, જોષી સંદિપ, પંડયાસંજય, પારેખ જીતેન્દ્ર, સેફાતરા બાલાભાઈ,હિતેષ ટોપીયા, વોરા સુમિત અને મહિલા અનામતમાં રેખાબેનપટેલે ઉમેદવારી નોંધાવી છે.
જયારે સ્વતંત્ર તરીકે પ્રમુખમાં હરીસિંહવાઘેલા, લાયબ્રેરી સેક્રેટરીમાં મોનીષ જોષી અને સેક્રેટરીમાંપ્રવિણ પટેલ અને વિજયભાઈ ભટ્ટ તથા કારોબારી મહિલા મુતનામતમાં હર્ષાબેન પંડયા,રાજેશ જલુ અને કનુભાઈ ગઢવીએ ઉમેદવાર નોંધાવી છે. ટ્રેઝરર તરીકે સમરસ પેનલના અમિત ભગત બિનહરીફ ચુંટાઈ આવ્યા છે. તેમજ કારોબારી પદ માટે ૯ બેઠકો સામે સમરસ પેનલે ૧૦ ઉમેદવારો મેદાનમાં ઉતર્યાછે.