સાકળા માર્ગ અને ભીડભાડવાળા વિસ્તારમાં પોલીસ વાહનને પહોચતા સમય લાગતો હોવાથી પોલીસના પીસીઆરવાનની જેમ અધતન સુવિધા અને સગવળ સાથેના ૫૦ બાઇક પોલીસને મુખ્ય મંત્રી વિજયભાઇ પાણીના હસ્તે આપવામાં આવ્યા હતા. ગાંધીનગર પોલીસ ભવન ખાતે પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ માટે અપાયેલા બાઇકમાં સાયરન, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, ફલેશ લાઇટ અને હાઇ કવોલિટી હેલ્મેટ સહિતની સુવિધા આપવામાં આવી છે. માર્ગ અકસ્માત કે વિપદા સમયે પીસીઆર પહોચી ન શકે ત્યાં પોલીસ બાઇક પર પહોચી તાત્કાલિક સારવાર અને સલામતિ માટેનો પ્રબંધ કરવામાં ઉપયોગી બની રહેશે અમદાવાદ અને ગાંધીનગર બાદ ટૂંક સમયમાં રાજકોટ સહિતના શહેરોમાં પણ પોલીસને અધતન સુવિધા સાથેના બાઇક આપવામાં આવશે પોલીસ ભવન ખાતે મુખ્ય મંત્રી વિજયભાઇ પાણી દ્વારા પોલીસને બાઇક આપવામાં આવ્યા ત્યારે અગ્ર સચિવ મનોજકુમાર દાસ અને ગાંધીનગર રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- Ahmedabad : બોપલના ઈસ્કોન પ્લેટિનમમાં રાત્રે લાગી આગ
- ઝાંસીમાં દર્દનાક દુર્ઘટના,10 માસુમના મો*ત
- Gir Somnath : સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં તાલાલા સુગર ફેક્ટરી ખાતે સાધારણ સભા યોજાઈ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી