૪૬ પાત્રોની ભજવણીએ નાટકને યાદગાર બનાવી દીધું
તાજેતરમાં ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી-ગાંધીનગર આયોજીત ત્રિ-અંકી નાટય સ્પર્ધા ભવન્સ ઓડિયોરિયમ અમદાવાદ ખાતે યોજાઈ ગઈ જેમાં ઉત્સવ એકિટંગ એકેડેમી રાજકોટ નિર્મિત નિર્લોક પરમાર લિખિત દિગ્દર્શિત માતૃભૂમિનો મહિમા દર્શાવતું સામાજીક ઐતિહાસીક , મીથ પ્રકારનું આ વૈવિધ્ય સભર દ્વિ અંતી નાટક રાજધર્મ પાંચ એવોર્ડ સાથે રાજયમાં પ્રથમ નંબરે વિજેતા થયું છે. જેથી રાજકોટની રંગભૂમિ ક્ષેત્રે વર્ષો બાદ નવા ઈતિહાસનું સર્જન થયું છે. રાજધર્મ નાટકને રાજયનું શ્રેષ્ઠ નાટક, શ્રેષ્ઠ દિગ્દર્શક, નિર્લોક પરમાર શ્રેષ્ઠ મૌલિક નાટક લેખન નિર્લોક પરમાર, શ્રેષ્ઠ અભિનેતા: ચેતન દોશી, શ્રેષ્ઠ અભિનેત્રી, પલ્લવી વ્યાસ આમ કુલ પાંચ એવોર્ડસ મળેલ છે.૩૩ કલાકાર કસબીઓનું ટીમવર્ક, રંગોળી સ્વરૂપની સુંદર દ્રશ્ય રચનાઓ, ઓજસથી ઉભરાતા પાત્રોનો સાત્વિક અભિનય અર્વાચીન અને
ઐતિહાસીક કથવસ્તુની ગુંથાયેલા બળુકા ચોટદાર સંવાદો, પ્રસિધ્ધ સંગીતકાર પંકજ ભટ્ટ દ્વારા સ્વરબધ્ધ કરાયેલ દુહા, છંદ, મરશિયા અને ગીતોને લોક લાડીલા ગાયકો માલદે આહિર, લલિતા ઘોડાદ્રા અને ઉર્વશી પંડયાના કંઠના કામણ તેમજ ૨૫ કલાકારના કાફલાએ બેવડી ભૂમિકાઓ કરી કુલ ૪૬ પાત્રોની ઉતમ ઉજવણી દ્વારા નાટકને ભવ્ય વિજય અપાવ્યો છે. જેમાં હસન મલેક, ચેતન દોશી, પલ્લવી વ્યાસ, કાજલ, જોષી, ભરત પરમાર, ગૌતમ જોષી, ગૌતમદવે, જયેશ પડિયા, નિરાલી લાઠીયા, શાહરૂખ પઠાણ, દર્પણ લાઠીગરા, ભરત લાલસેતા વર્ષા પરમાર, કુસુમબેન આહિર, કિસ્મત સરવૈયા, મિલિન્દ ચૌહાણ, અમિત તળાવીયા, પ્રિતેશ પરમાર, ઓમ ભટ્ટ, હિરેન કાટેલીયા, ઝંખના ભટ્ટ, અંકુર કોટડિયા, અને બાળ કલાકારો અનિલ જગડ, વંશીકા ગોકાણી અને સહજ જોબનપુત્રાએ ઉતમ અભિનય કર્યો હતો. નાટકનું સંગીત સંકલન અને સંચાલન ગુલામ હુસેન અગવાનનું હતુ ધ્વનિ મુદ્રણ નિલકંઠ સ્ટુડિયો રાજકોટ જયારે પ્રકાશ રચના અને સંચાલન રમીઝ સાલાણીએ કર્યું હતુ રંગભૂષા મહેન્દ્ર શાહ જયારે નેપથ્યમાં દિવ્યેશ મહેતા,, જતીન જગડ, જયરાજસિંહ ભટ્ટી, અને સેટીંગ સાયોનારા, અમદાવાદ, દિગ્દર્શન સહાયક, ગૌતમ દવે અને નિર્માણ નિયામક કૌશિક રાવલ હતા. નાટય સ્પર્ધાનાં નિર્ણાયક પદે સર્વે જનક દવે, સોમેશ્ર્વર ગોહેલ તેમજ જીતેન્દ્ર ઠકકરે સેવા આપી હતી.