કુવાડવા નજીક આવેલા ગુંદાળા ગામ પાસે બે દિવસ પહેલાં યુવતીની હત્યા કરી ફેંકી દેવાના ગુનામાં સંડોવાયેલા મૃતક યુવતીના પ્રેમી સહિત પાંચ શખ્સોની ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી રહસ્યના ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. એકાદ વર્ષથી ગોંડલમાં કામ કરતા યુવકના પરિચયમાં આવેલી યુવતીએ લગ્નની જીદ કરતા પ્રેમીએ ગોંડલના બે મિત્રો અને રાજકોટના રૈયાધાર પર રહેતા માતા-પિતાની મદદથી હત્યાનો પ્લાન બનાવી ચોટીલાથી બે છરી ખરીદ કર્યાની અને ચોટીલા દર્શન કરી ફુલહાર કરી લગ્ન કરવાનું કહી ગુંદાળા યુવતીને લઇ જઇ હત્યા કર્યાની કબુલાત આપી છે.
લગ્ન કરવાની જીદ કરતી હોવાથી ગોંડલના બે મિત્રો અને માતા-પિતાની મદદથી હત્યાનો પ્લાન બનાવી ચોટીલાથી બે છરી ખરીદ કર્યાની કબુલાત
ચોટીલા દર્શન કરી ફુલહાર કરી લગ્ન કરવાનું કહી ગુંદાળા લઇ જઇ છરીના ઘા ઝીંકી હત્યા કરી પાંચેય ભાગી ગયા હતા
આ અંગેની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળા ગામ પાસેથી તા. 4 જાન્યુઆરીએ જીન્સ પેન્ટ પહેરલી અજાણી યુવતીની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. એરપોર્ટ પોલીસે અજાણી યુવતીની હત્યા અંગે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી. મૃતક યુવતીના હાથમાં રુપેશ ત્રોફાવલું હોવાનું અને મૃતદેહના ફોટા વોટસએપમાં પોલીસે વાયરલ કરતા મૃતક યુવતી તાજેતરમાં ગોંડલ મહિલા હેલ્પ લાઇન અભયમની મદદ લેનાર રાજકોટ રૈયાધાર પર રહેતી ભાવના નિમાવત હોવાની ક્રાઇમ બ્રાન્ચને મહત્વની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસીયા, પી.આઇ.વાય.બી.જાડેજા, પી.એસ.આઇ. એન.ડી.ડામોર, પ્રદિપસિંહ જાડેજા, કિરતસિંહ ઝાલા અને સંજયભાઇ રુપાપરા સહિતના સ્ટાફે મૃતક ભાવનાના પતિ રુપેશ નિમાવતનો સંપર્ક કરી પૂછપરછ કરતા પોતે ભાવના સાથે પ્રેમ લગ્ન કર્યાની અને એકાદ વર્ષથી તે ગોંડલમાં કામ કરતા નરેશ રમેશ પરમાર સાથે રહેતી હોવાનું જણાવતા પોલીસે નરેશ પરમારની અટકાયત કરી પૂછપરછ કરતા ભાવના સાથે એકાદ વર્ષથી પ્રેમ સંબંધ હોવાની અને લગ્નની જીદ કરતી હોવાથી ગોંડલમાં પોતાની સાથે કામ કરતા જયેશ વેલજી રાઠોડ, 17 વર્ષના તરુણ અને રૈયાધાર પર રહેતા પિતા રમેશભાઇ રાજાભાઇ પરમાર અને માતા ભાનુબેન પરમારની મદદથી હત્યા કર્યાની કબુલાત આપી છે.
જીંદગીમાંથી રૂપેશ નીકળી ગયા બાદ એકાદ વર્ષ પહેલા ભાવના આરોપી નરેશે સાથે સંપર્કમાં આવી અ હતી. નરેશે સોશિયલ મીડિયામાં માર્કેટીંગમાં જોબ માટે નોકરીની જાહેરાત મૂકી હતી. જે ભાવનાએ જોતા તેનો સંપર્ક કરી પોતાને જોબ જોઈતી હોવાનું કહ્યું હતું. તે વખતે બંનેએ એક-બીજા સાથે મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. ત્યારબાદ બંને અવાર-નવાર વાતચીત કરતા હતા. આખરે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેને કારણે ભાવના પ્રેમી નરેશને પોતાની સાથે લગ્ન કરી લેવાનું કહેતી હતી. પરંતુ નરેશનાં પરિવારજનોએ ભાવનાનાં ચારિત્ર્ય વિશે સારા રીપોર્ટ નહિ મળતા લગ્ન માટે સહમતી દર્શાવતા ન હતા. જેને કારણે નરેશે લગ્નનો ઈન્કાર કરી દેતાં ભાવના અવાર-નવાર રૈયાધાર મફતીયાપરામાં આવેલા તેનાં મકાને અને ગોંડલમાં જે સ્થળે નોકરી કરતો હતો ત્યાં જઈ ધમાલ 7મચાવી હેરાનગતી કરતી હતી.
પરિણામે નરેશ અને તેનાં 1 પરિવારજનો કંટાળી ગયા હતા. આખરે – તેમણે ભાવનાની કનડગતથી મુકિત 7 મેળવવા તેનું કાસળ કાઢી નાખવાની – ખૌફનાક યોજના બનાવી હતી.જેના ભાગરૂપે નરેશ મૂળ 1 વેરાવળનાં ઈણાજ ગામનાં અને હાલ 1 ગોંડલ રહેતા મિત્ર જયેશ રાઠોડ સાથે 1 ગઈ તા. 4ના રોજ ચોટીલા દર્શન કરવા 1 ગયો હતો. જયાંથી ભાવનાની હત્યા 5 માટે બે છરી પણ ખરીદી હતી. 1 ચોટીલાથી પરત આવતી વખતે બંને 1 જયાં હત્યા કરી તે જગ્યા પણ જોઈ 1 આવ્યા હતા.
આખરે ગઈ તા.4ના રોજ રાત્રે નરેશનાં ઘરે કાવતરાને અંજામ આપવા માટે આખરી બેઠક થઈ હતી. જેમાં નરેશ તેનાં માતા-પિતા, મિત્ર જયેશ અને બીજો સગીર મિત્ર હાજર રહ્યા હતા. આ મિટીંગમાં નકકી થયા મુજબ નરેશે પ્રેમિકા ભાવનાને ચોટીલા દર્શન કર્યા બાદ ફૂલહાર કર્યા પછી સાથે રહેશું તેવી લાલચ આપી ચોટીલા આવવા માટે તૈયાર કરી લીધી હતી. એટલું જ નહીં ભાવનાને ગઈ તા.5ના રોજ સાંજે બેટી ગામ પાસે પહોંચી જવાનું કહ્યું હતું.
બીજી તરફ નરેશ તેનાં પિતા, બે મિત્રો જયેશ અને સગીર આરોપી બે બાઈકમા રાજકોટથી રવાના થયા હતા. રસ્તામાં સગીર આરોપી નરેશનાં પિતાનાં બાઈક પર બેસી ગયો હતો. નરેશ એકલો બાઈક લઈ બેટી પાસે રાહ જોતી પ્રેમીકા ભાવના પાસે પહોંચ્યો હતો અને તેને બાઈક પાછળ બેસાડી ચોટી લઈ જવાના બહાને રવાના થઈ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.જયાં અગાઉથી અન્ય ત્રણ આરોપીઓ રાહ જોતા હતા.
ગોંડલ 181 પાસેથી મળેલી માહિતીના આધારે ઓળખ મળી હતીરાજકોટ, સોમવાર ગુંદાળા ગામની સીમમાં જયાંથી ભાવનાની લાશ મળી તે જગ્યા અવાવરૂ છે. વળી ત્યાં આજુબાજુમાં કોઈ જગ્યાએ સીસીટીવી ફૂટેજ પણ નથી. ક્રાઈમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયા, પીઆઈ વાય. બી. જાડેજા, પીએસઆઈ એન.ડી. ડામોરની ટીમોએ તપાસમાં ઝંપલાવતા સૌથી પહેલાં લાશની ઓળખ મેળવવી જરૂરી હોવાથી લાશના ફોટા આસપાસના જીલ્લાની પોલીસને મોકલી આપ્યા હતા. પખવાડીયા પહેલા જ ભાવના ગોંડલ પ્રેમી નરેશને મળવા ગઈ હતી ત્યારે બંને વચ્ચે માથાકૂટ થતાં ભાવનાએ 181ની મદદ લીધી હતી. તે વખતે તેને ગોંડલના બે-ત્રણ પોલીસમેનોએ જોઈ હતી. જેમણે લાશના ફોટા ભાવનાને મળતા આવતા હોવાની ક્રાઈમ બ્રાંચને જાણ કરતાં તેના આધારે ક્રાઈમ બ્રાંચે મ તપાસ આગળ ધપાવી ભાવનાની ઓળખ મેળવી હત્યાનો ભેદ પણ ઉકેલી લીધો હતો.