નજીવી બાબતે મારમારતા મહિલા અને યુવાનને ગંભીર ઈજા પહોચાડી: એસ.ઓ.જી. અને સીટી પોલીસે પાંચ શખ્સોને અમદાવાદથી કરી ધરપકડ
વિધર્મી હુમલા ખોરો ન પકડાતા ક્ષત્રિય રાજપુત કરણીસેના અને હિન્દુ સંગઠનો દ્વારા સભા યોજી તંત્રને આવેદન પત્ર પાઠવ્યું તુ
ધ્રાંગધ્રા શહેરના સોની તલાવડી વિસ્તારમાં 1 માસ પૂર્વે નજીવી બાબતે ક્ષત્રીય પરિવાર પર ખૂની હુમલો કરવાના ગુનામાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા જેમાં શ્રી ક્ષત્રિય કરણી સેના અને હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપ્યા બાદ પોલીસ હરકતમાં આવી પાંચ શખ્સોની ધરપકડ કરી છે.
વધુ વિગત મુજબ ધ્રાંગધ્રા શહેરના સોની તલાવડી વિસ્તારમાં રહેતા નિવૃત આર્મીમેનના પરિવાર પર નજીવી બાબતે ગત તા.27 નવે.ના રોજ વિધર્મીજુથ દ્વારા ખૂની હુમલો કર્યાની સીટી પોલીસ મથકમાં ત્રણ મહિલા સહિત નવ શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોાંધાયો હતો.આ ઘટનામાં મહિલા અને યુવાન ગંભીર રીતે ઘવાયા હતા હુમલાખોરો ન પકડાતા શ્રી ક્ષત્રિય કરણીસેના, બજરંગદળ, અને વિહીપ સહિતની હિન્દુ સંગઠનો દ્વારા એક સપ્તાહ પૂર્વે ધ્રાંગધ્રા ખાતે જાહેર સભા યોજી વિધર્મી હુમલાખોરોને ઝડપી પાડવા આવેદન પત્ર પાઠવ્યું હતુ.
જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે ટીમો બનાવી હુમલાખોરોને ઝડપી પાડવા આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી.ના પી.આઈ. એસ.એમ.જાડેજા, ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પી.આઈ.જે.એસ.જાંવર પી.એસ.આઈ. કે.ડી.જાડેજા અને એમ.બી. પઢીયાર સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધયુર્ંં હતુ.
મોહસીન ઉસ્માન સુમરા તોશીફ ઉસ્માન સુમરા, ફૈજલ ફીરોજ પઠાણ, વશીમ નાશીરખાન પઠાણ અને મોહશી મહેબુબ મંડળી સહિત પાંચેય શખ્સો અમદાવાદ ફતેવાડી વિસ્તારમાં હોવાની મળેલી બાતમીનાં આધારે સ્ટાફે ફતેવાડી ટાવર પાસે ગોઠવેલી વોંચમાં ઉપરોકત પાંચેય શખ્સોની ધરપકડ કરી હતી.ઝડપાયેલા પૈકી ફૈજલ ફીરોઝ પઠાણ, વશીમનાશીર પઠાણ અને મોહશીન મહેબુબ મંડલી સહિત શખ્સો મારામારી, દારૂ અને જુગારના ગુનામાં સંડોવાયેલા છે.જયારે ત્રણ મહિલા સહિત શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.