અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં *પોલીસ કોન્સ.વરજાંગભાઇ રામભાઇ મુળાસીયા, તથા સલીમભાઇ હનીફભાઇ ભટ્ટી,* નાઓ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન *ચિત્તલથી મોણપુર તરફ જતા હતાં તે વખતે ત્યાં નવા બનતા પુલ પછી તળાવના ખારા વિસ્તારમાં* પહોંચતાં સામેથી એટલે કે મોણપુર તરફથી ચિત્તલ તરફ એક ડબલ સવારી વાળું મો.સા. આવતું જોવામાં આવતાં અને તેમની પાસે પ્લાસ્ટીકના સીમેન્ટની થેલી(બાચંકુ) હોય તેવું જણાતાં અને શંકાસ્પદ લાગતું હોય જેથી આ મોટર સાયકલ ચાલક *રાહુલ હસુભાઇ સોંદરવા, તથા અરવિંદ ધીરૂભાઇ પરમાર, રહે.બન્ને મોણપુર, તા.જી.અમરેલી* તથા નું ઉભુ રાખી ફરજ ઉપર રહેલ ઉપરોકત બન્ને કર્મચારીઓએ ચેક કરતાં *ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ-૨૪ બોટલ મળી આવેલ હતી*.જેથી આ અંગેની જાણ પો.સ.ઇ.શ્રી એન.એ.વાઘેલા અમરેલી તાલુકા પો.સ્ટે.નાઓને કરતાં તેઓને ત્યાંજ રહેવા જણાવી તેઓ બનાવ સ્થળે જવા રવાના થયેલ હતા.

આ દરમ્યાન મોપણુર ગામ તરફથી (૧) ધીરૂભાઇ દુદાભાઇ પરમાર, (ર) સંજયભાઇ ધીરૂભાઇ પરમાર, (૩) એક અજાણ્યો પુરૂષ (૪) શારદાબેન વા/ઓ ધીરૂભાઇ દુદાભાઇ પરમાર, (૫) કાજલબેન વા/ઓ અરવિંદભાઇ ધીરૂભાઇ પરમાર, રહે.તમામ મોણપુર તા.જી.અમરેલી વાળાઓ કુહાડી,લાકડીઓ, તથા પત્થર સાથે બનાવ સ્થળે આવેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.