બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડના અનેક વિસ્તારોમાં ગત દિવસોમાં આકાશી વીજળી પડવાને કારણે ૧૧૦ થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે. પ્રતિ વર્ષ ચોમાસાની ઋતુમાં વીજળી પડવી એ સામાન્ય ઘટના છે. પરંતુ આ સાલ બિહાર યુ.પી જેવા પ્રદેશોમાં આકાશી વીજળીએ વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને તેને લીધે અત્યાર સુધીમાં દેશના ફક્ત ત્રણ રાજ્યોમાં જ ૧૧૦ લોકોએ પોતાનાં પ્રાણ ગુમાવ્યા છે. આ તમામ મૃતકોને પૂજ્ય મોરારિબાપુ તરફથી શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકના પરિવારજનોને પાંચ હજારની તત્કાલ સહાય મોકલવામાં આવી રહી છે. બિહાર તેમજ ઉત્તરપ્રદેશ વિસ્તારના રામકથાનાં શ્રોતાઓ દ્વારા આ સહાય પહોંચાડવામાં આવશે. આ સહાયની કુલ રાશી સાડા પાંચ લાખ થવા જાય છે. તેમ જયદેવભાઈ માંકડે જણાવ્યું હતુ.
વીજળી પડવાની ઘટનાના મૃતકોને મોરારિબાપુ તરફથી સાડા પાંચ લાખની સહાય
Previous Articleરોજગારી પુરી પાડવામાં ગુજરાત દેશભરમાં અવ્વલ
Next Article સિરિયલ કિલર પતિની હકીકત સાંભળી પત્ની પણ ચોંકી ગઈ..!!