ભાવનગરનાં ડીસ્ટ્રીકટ જજ આર.ટી.વચ્છાણીએ સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો ગ્રાહ્ય રાખી 7 મારા પૂર્વેના બનાવનો ચુકાદો
અબતક, રાજકોટ
7 માસ પૂર્વે ભાવનગર જીલ્લાનાં પાલીતાણા ગામે એક સિંધી વેપારીનું અપહરણ કરી રૂા. 40 લાખની માંગણી કરનાર દિગ્વીજયસિંહ દશરથસિંહ સરવૈયા રહે. હાથસણી, તા. પાલીતાણા , પરાક્રમસિંહ જનકસિંહ ઝાલા, ભાવનગર, મનહરસિંહ અણદુભા ગોહિલ ભાવનગર, માલદેવસિંહ કિશોરસિંહ ગોહિલ પાલીતાણા, જયરાજભાઈ શાંતુભાઈ ગીડા કાનીયાડ, તા. . બોટાદ. સહિતનાં પાંચેય શખ્સો સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરનાં ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીએ દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ વગેરેને ધ્યાને રાખી પાંચેય આરોપીઓને જુદી જુદી કલમો હેઠળ આજીવન સજા અને રોડ દંડ ફટકારેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ આરોપી દિગ્વીજયસિંહ દશરથસિંહ સરવૈયા, પરાક્રમસિંહ જનકસિંહ ઝાલા અને માલદેવસિંહ કિશોરસિંહ ગોહિલ એ ભોગ બનનારને ઉપાડી લેવાનો તા. 2/5/21નાં રોજ પ્લાન9:38
બનાવી (ગુનાહિત કાવતરૂ રચી) માલદેવસિંહ કિશોરસિંહ ગોહિલનાંઓ દુકાન બતાવવા ગયેલ અને તે પછી તા. 3/5/2021નાં સાંજનાં આશરે સવા પાંચ વાગે આરોપીએ ભોગ બનનારને ફોન કરી પાલીતાણા હોસ્પીટલ આગળ આવી પૈસા લઈ જવાનાં બહાને બોલાવી સાડા પાંચેક વાગે ભોગ બનનાર શ્યામભાઈ છાબડા હોસ્પિટલ આગળ બાયપાસ રોડ ઉપર આવતા આ કામનાં આરોપીએ ફરિયાદી રાજુભાઈ અછતમલ છાબડા, ઉ.વ. 61, રહે. સિન્ધી કેમ્પ, પ્લોટ વિસ્તાર, પાલીતાણાનાં શ્યામભાઈને બળજબરીથી ખેંચી આરોપી પાસે રહેલી ૠઉં04ઉઅ7904ની કારમાં નાખી લઈ જઈ અપહરણ કરી ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી આરોપીએ ભોગ બનનારને ગળા ઉપર છરી રાખી રૂા. 40,00,000/-ની બળજબરીથી કઢાવવા માંગણી કરી, પૈસા ન આપે તો મારી નાખવાની ધમકી આપી ગારીયાધાર બાજુ લઈ ગયેલ.ત્યાંથી આરોપી આરોપીએ જયરાજભાઈ કૃષ્ણદેવભાઈ ખાચર ,( પીપરડી બોડી તા. બોટાદ) ની વાડીમાં અટકાયતમાં રાખવા મદદ કરેલ અને આરોપીઓએ ભોગ બનનાર સાહેદને તા. 4/5/21નાં રોજ રૂા દસ લાખ પહોંચાડવાનું નક્કી કરતા ભોગ બનનારને તા. 4/5/1નાં રાતનાં ત્રણેક વાગ્યે નારી ચોકડી ઉતારી આરોપીએ ભોગ બનનારને પોલીસ ફરીયાદ કરીશ તો પરિવારનાં સભ્યોને મારી નાખવાની ધમકી આપેલ. તે પછી આરોપી એ તા. 4/5/21નાં રોજ ભોગ બનનારને ફોન કરી બળજબરીથી પૈસા કઢાવવા માટે ધમકી આપેલી ઉપરાંત આ કામનાં તપાસનીશ અધિકારીને તેમજ તેનાં પરિવારને મારી નાખવાની ધમકીઓ આપેલી. જે મોબાઈલ ફોનનો ઓડીયો તપાસમાં રજુ કરવામાં આવેલો.
આ બનાવ અંગે ફરીયાદી રાજુભાઈ અછતમલ છાબડાએ પાલીતાણા પોલીસ મથકમાં પાંચેય આરોપીઓ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ઈ.પી.કો. કલમ 365, 364(એ), 387, 323, 342, 506(2), 34, 120બી, 189, 507, જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાયો હતો.
આ અંગેનો કેસ ભાવનગરનાં ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી. વચ્છાણીની કોર્ટમાં ચાલી જતા અદાલતે મુખ્ય જીલ્લા સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી પાંચેય આરોપીઓ સામે ગુનો સાબિત માની આજીવન કેદની સજા અદાલતે ફટકારી છે.