પોલીસે પાંચેય આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં સરભરા કરી
કેશોદમાં રેલવે ફાટક પાસે સરાજાહેર ભીખારામ ભગવાનદાસ હરીયાણી (ઉ.૪૫) ઉપર પાંચ શખ્સો દ્વારા એક સંપ કરી કુહાડી, લોખંડના પાઈપ દાતરડુ તા હોકી વડે શરીરમાં મારમારી ભીખારામના હા તા પગ ભાંગી નાખી નાસી ગયેલ. બાદમાં ઈજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સમાં કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ જયાં ઈજાગ્રસ્તને ગંભીર ઈજા જણાતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ પણ જૂનાગઢ સિવિલ બાબતે કરણ ભીખારામ હરીયાણી (ઉ.૧૮)એ કેશોદ પોલીસમાં રામા ભીમા રબારી, રાજુભામા રબારી, ભુપત રબારી, બોઘા રબારી, દિવ્યેશ રામ રબારી કેશોદવાળાઓ સામે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ રાજુ ભામા રબારી, દિવ્યેશ રામ રબારી, બોઘો રબારી તેમજ ત્રણેયને મદદ કરનાર રવિ વાણંદ તા ભાયા રબારી મળી કુલ પાંચેય જણ અમદાવાદ તરફ નાસી ગયેલ હોય જેવી બાતમી મળ્યા મુજબ ટેકનીકલ સેલની મદદી આરોપીઓના મોબાઈલ ફોનના લોકેશન કઢાવતા અમદાવાદ તરફના આવતા હોય જેી પોલીસ સ્ટાફ અમદાવાદ તપાસમાં જતા અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરતાં ઉપરોકત પાંચેય આરોપીઓ અમદાવાદ લતેજ ચોકડી ખેતલાઆપા ટી સ્ટોલ પાસેથી મળી આવતા પાંચેયને પુછપરછ માટે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ ઓફિસે લાવેલા અને પુછપરછ બાદ આરોપી રાજુભામા સિંધલ રબારી (ઉ.૩૭), દિવ્યેશ રામ સિંધલ રબારી (ઉ.૧૯), રામો ઉર્ફે બોઘા કાનાચાવડા રબારી (ઉ.૩૨), રવિ જયસુખ ટાટમીયા વાણંદ (ઉ.૨૦) તા ભાયા સુદા કરમટા રબારી (ઉ.૩૨)ની અટક કરવામાં આવી હતી.ગઈકાલે બપોરના તમામ આરોપીઓને જૂનાગઢ એલસીબી દ્વારા કેશોદ પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ. આરોપીઓને પોલીસે અટકાયત કરી હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા લોકોના ટોળેટોળા આરોપીઓને જોવા માટે એકઠા યાં હતા.પોલીસ દ્વારા આરોપીઓને જાહેર માર્ગ ઉપર ફેરવી સરઘસ કાઢવામાં આવેલ અને મારામારીના બનાવ સ્ળે લઈ જઈ આરોપીઓની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી.