કિશોરીઓ-દિકરીઓમાં કુપોષણ નિયંત્રણની ‘પૂર્ણાં’ યોજનાનું લોન્ચીંગ કરતા રૂપાણી
રાજય વ્યાપી પોષણ અભિયાન અને કિશોરીઓ-દિકરીઓમાં કુપોષણ નિયંત્રણની ‘ફૂર્ણાં’ યોજનાનું લોન્ચીંગ ગઈકાલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત મહિલા આયોગના ચેરપર્સન લીલાબેન અંકોલીયા, બાળ આયોગના ચેરપર્સન જાગૃતિબેન પંડયા, મેયર જિલ્લા પંચાયતના પ્રમુખ, મહિલા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન, સીડીપીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્તિ રહ્યાં હતા.
આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યવ્યાપી પોષણ અભિયાન એ રાષ્ટ્ર-રાજ્યની ભાવિ પેઢી સમાન ડેમોગ્રાફીક ડીવીડન્ડની સક્ષમતાનું આગવું કદમ બનવાનું છે. આ ડેમોગ્રાફીક ડિવીડન્ડ વિકાસમાં એસેટ બને તેવી નેમ પોષણ અભિયાનને જનઆંદોલન બનાવીને પાર પાડવી છે. મહિલા-બાળ વિકાસ વિભાગના ઉપક્રમે પોષણ અભિયાનનો મહાત્મા મંદિરી રાજ્ય પ્રારંભ કરાવ્યો હતો તેમજ રાજ્યસ્તરીય અભિમુખતા કાર્યશાળાનું ઉદઘાટન કર્યુ હતું.
આ કાર્યશાળામાં જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો તેમજ આઈસીડીએસ ઓફિસર્સ અને પોષણ અભિયાનમાં સહયોગી સેવા સંસઓના પદાધિકારીઓ જોડાયા હતા.
તેમણે પોષણ અભિયાનના વ્યાપક લાભ રાજ્યના અંતરિયાળ-દૂર દરાજના વિસ્તારો સહિત ખૂણે-ખૂણે પહોચાડી ભવિષ્યની માતા-દિકરીઓ અને બાળકોની તંદુરસ્તી-સુખાકારી માટેની અભિનવ પહેલ પૂર્ણા યોજના પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડકશન ઓફ ન્યૂટ્રીશનલ એનિમીયાએ અમોંગ એડોલસન્ટ ગર્લ્સનો પ્રારંભ પણ કરાવ્યો હતો. આ યોજના તહેત રાજ્ય સરકારે ર૭૦ કરોડ રૂપિયા કિશોરીઓ- દિકરીઓમાં કુપોષણ-એનિમિયા નિયંત્રણ માટે ફાળવ્યા છે. વિજયભાઇ રૂપાણીએ વધુમાં કહ્યું કે, ગુજરાતની ધરા ખમીરવંતી અને ખડતલ છે ત્યારે આ ધરતીનું પ્રત્યેક બાળક અને આવનારી પેઢી પોષણક્ષમ-સજ્જ રહે એની ચિંતા અને જવાબદારી માત્ર સરકાર જ નહિ, સમાજ સમસ્ત અને જન-જન એ ઉપાડીને આ પોષણ અભિયાનને સફળ બનાવે તે સમયની માંગ છે.
તેમણે રાજ્યમાં આદિજાતિ વિસ્તારોના બાળકોને પોષણક્ષમ બનાવવા રાજ્ય સરકારે દૂધ સંજીવની યોજના શરૂ કરી છે તેની ભૂમિકા આપતાં આંગણવાડીઓમાં પોષણયુકત આહાર આપી આંગણવાડીઓને નંદઘર તરીકે પ્રસપિત કરી રાજ્યની આવનારી પેઢીને કૃષ્ણ-કનૈયા જેવી પોષણ સજ્જ બનાવવાની નેમ રાખી છે તેમ પણ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્યના જે ૬.૭ જિલ્લાઓ પોષણ ક્ષમતામાં હજુ પાછળ છે તેના પર વિશેષ ફોકસ કરીને બાળક, સગર્ભા ધાત્રી માતા, કિશોરીઓની તંદુરસ્તી પોષણ સજ્જતા માટે આ પોષણ અભિયાન ઉપયુકત બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે બેટી બચાવો-બેટી પઢાવો, ભૃણ હત્યા પ્રતિબંધ, દિકરો-દિકરી એક સમાન એવા અનેક અભિયાની વિમેન એમ્પાવરમેન્ટ દ્વારા પોષણ સજ્જ પેઢી નિર્માણની યોજનાઓની વિગતો આપી હતી.
મુખ્યમંત્રીએ બાયસેગ-સેટેલાઇટ માધ્યમી આ કાર્યક્રમમાં જોડાયેલી રાજ્યભરની આંગણવાડી કાર્યકર બહેનોને આ તકે પ્રેરક આહવાન કરતાં કહ્યું કે રાજ્યનું એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે આ પોષણ અભિયાનને ઝૂંબેશ તરીકે ઉપાડી લઇએ.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, આખો દેશ કુપોષણની સામે લડી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય સુવ્યવસ્તિ આયોજન દ્વારા કુપોષણ સામેના જંગમાં અગ્રેસર રહેશે. આ અભિયાનમાં આંગણવાડી બહેનોની ભૂમિકા સૌી મહત્વની હોવાનું જણાવતા મંત્રીએ આંગણવાડી બહેનોને સુપોષિત ગુજરાતના નિર્માણમાં શ્રેષ્ઠ પ્રદાન આપવા અનુરોધ કર્યો હતો. ૫૩ હજાર આંગણવાડી દ્વારા અંદાજે ૬૦ લાખ લાર્ભાીઓને પોષણ અભિયાનનો લાભ મળશે, તેમ જણાવી મંત્રીએ જણાવ્યું હતું કે, માત્ર બાળકો જ નહીં પરંતુ જે બાળક ભવિષ્યમાં જન્મવાનું છે તેવા ગર્ભસ્ શિશુ-ગર્ભવતી માતા અને ભવિષ્યમાં મા બનનારી કુમારિકાઓના પોષણ માટે પણ આયોજનબદ્ધ અમલીકરણ કરાયું છે.
તેમણે ૧૪ થી ૧૮ વર્ષની દિકરીઓના પોષણ માટેની પૂર્ણા યોજનાને પણ મહત્વની ગણાવી હતી.
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શ્રીવાસ્તવે પોષણ અભિયાનનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૮ માર્ચ-૨૦૧૮ રાજસની આ અભિયાનનો શુભારંભ કર્યો હતો અને દેશભરના ૭૧૮ જિલ્લાઓ આવરી લેવાનું આયોજન કરાયું હતું. તે પૈકી ૫૫૦ જિલ્લાઓ આવરી લેવાયા છે, અને જાન્યુઆરી-૨૦૧૯ સુધીમાં બાકીના ૧૬૮ જિલ્લાઓ આવરી લેવાનું આયોજન છે. આ માટે વર્લ્ડબેન્ક દ્વારા રૂ.૯૦૪૬ કરોડની લોન મળી છે.