કિશોરપરા ચોક ખાતે દરરોજ સવાર-સાંજ યોગા ઝુમ્બા, જીમ શો, રોડ શો, પાવર ગરબાં, તેમજ વિવિધ પ્રકારની ઇવેન્ટસનું આયોજન: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

વર્લ્ડ મેરોથોન એક એવી ઇવેન્ટ છે કે, સમગ્ર દુનિયામાં તેના ચાહકો અને પ્રસંશકો લાખોની સંખ્યામાં છે. અને મેરોથોન દોડ જયારે કોઇપણ દેશમાં કે શહેરમાં થાય છે ત્યારે તેની સમગ્ર દુનિયામાં નોંધ લેવાથી હોય છે. તેમાં પણ રાજકોટ જીલ્લા ત્રણ વર્ષથી મેરેથોનનું આયોજન કરે છે. જેના દ્વારા રાજકોટ વિશ્ર્વસ્તરે અન ભારતભરમાં એક આગવું નામ કાઢેલ છે.

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન અને રાજકોટ શહેર પોલીસ સક્રિય સમર્થનથી રોટરી કલબ રાજકોટ મિડટાઉનના સભ્યોએ ‘સવન રાજકોટ મેરેથોન ૨૦૧૯’ નું આયોજન કરેલ છે જેમાં રાજકોટની અનેક એજયુકેશનલ એસોસીએશન તથા અલગ અલગ સંસ્થાઓનો ટેકો મળેલ છે. જેને રીયલ એસ્ટેટ એજન્ટસ એસોસીએશન ઓફ રાજકોટના સભ્યો દ્વારા પણ ખુબ સારા ઉત્સાહથી રજીસ્ટશન કરવામાં આવેલ છે.

આ ‘સવન રાજકોટ મેરેથોન ૨૦૧૯’દ્વારા રાજકોટમાં એક ક્રાંતિ આવશે… સમાજની વિચારધારા બદલાશે. ભારતમાં રાજકોટ વિશેની માન્યતાઓ બદલાવશે. મુસાફરોની અવર જવરમાં વધારો થશે. ભારત બહાર રહેતા વિદેશી ભારતીયોને રાજકોટમાં શાંતિ, સમૃઘ્ધિનો અનુભવ થશે. રાજકોટમાં રહેવાનું પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. જમીન-મકાનના રોકાણકારોનો વર્ગ વધશે. અને રાજકોટ એક વિકાસશીલ શહેર તરીકેની નામના મેળવશે.

7537d2f3 17

મેરેરોથ અંતર્ગત પ્રિયમ યોગા એન્ડ ફીટનેસ સ્ટુડીયો દ્વારા ફીટનેસ એકટવીટી તરીકે પ્રિમેરેથોન ફીટનેસના પ્રોગ્રામો થશે. જેમાં ઘણા અલગ અલગ પ્રકારની ઇવેન્ટસનું આયોજન કરેલું છે. જેમાં યોગા, ઝુમ્બા, જીમ શો, રોડ શો, પાવર ગરબા, બાળકો માટે ગેમ્સ, ફીટનેસ એકટીવીટી અને ઘણું બધું આ કાર્યક્રમો આજે શનિવારે ર૧ ડીસેમ્બર થી ર૯ ડીસેમ્બર મેરેથોન સુધી રોજ સવારે ૬ થી ૮ અને સાંજે ૭ થી ૯ કિસાનપરા ચોક પર યોજાશે. તો રાજકોટના જાગૃત લોકોને પણ એમા જોડાવા અનુરોધ કરાયો છે. દરેક પ્રોગ્રામ ખુબ જ ધમાકેદાર અને સૌ ભાગ લઇ શકે એવા હશે જેના આયોજકો પ્રિયમ યોગા એન્ડ ફીટનેસ સ્ટુડીયોના આરતી માંડલીયા, ફીટનેસ ફાઇવ જીમના વિકી શાહ, વાયનોટ જીમ ના મયુરભાઇ, રીફેશ જીમના રવિ પરસાણા, એમ ઝેડ ફીટનેશ ના મુલરાજભાઇ ઝાલા અને વિવિધ ટ્રેઇનરો હીરબેન, દીવ્યાબેન, પારુલબેન અને નીલમબેન વગેરે કાર્યક્રમો આપશે. ફીટનેસ એકીટવીટીછમાં વધુમાં વધુ લોકો જોડાઇ તે માટે આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.