દેશમાં કૌશલ્ય હોવાથી હવે ઓલિમ્પિકમાં ભારત અન્ય દેશો કરતા પાછળ નહિ રહે
ભારતમાં આદિકાળથી શૈશવ અને યુવા કાળની રમતા અને કૌશલ્યનો એક આગવો સાંસ્કૃતિક વારસો ધરબાયેલો છે. પુરાણ કાળમાં ભગવાન શ્રી કૃષ્ણની ગેંડીદડાની રમત ભીમનું મલ યુઘ્ધ આપણી ફીટનેસ ની વિરાસતની ધરોહર છે. પરંતુ છેલ્લા કેટલાક દાયકાથી ભારતમાં ખેલ જત પ્રત્યે પ્રર્વતેલી ઉદાસીનતાને કારણે દેશમાં ભરપુર કૌશલ્ય હોવા છતાં ઓલ્મિપક જેવા રમતોત્સવમાં ચીન, અમેરિકા, બ્રાઝીલ, જર્મની, ફ્રાન્સ જેવા દેશોથી વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને પાછળ રહેવું પડે છે. ત્યારે હવે આ દિવસો બદલાશે અને ભવિષ્યમાં તમામ રમતો પર કદાચ સુવર્ણપદક પર ભારતના ઇજારો થઇ જાય.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં ફીટ ઇન્ડિયા અભિયાન શરુ કર્યુ છે. જેમાં કોલેજ અને યુનિ.માં પંદર દિવસના ફિટનેસ પ્લાનના આદેશો આપી દીધાં છે.
શૈશવ અને યુવા અવસ્થાની આ ફીટનેસ ઘેર ઘેર સચિન, પીવી સિન્ધુ, પી.ટી. ઉષા જેવા રમતવીરોનું સર્જન કરશે ફીટ ઇન્ડિયા મુવમેન્ટને અસરકારક બનાવવા માટે ભારતીય ઓલમ્પિક સંઘ રાષ્ટ્રીય ખેલ સંઘ, સરકારી અધિકારીઓ જાણીતી ફીટનેસ હસ્તીઓને સાથે રાખીને આ અભિયાન ચલાવવામાં આવશે. દેશમાં યુવાશકિતનો ભંડાર ભરેલો છે પરંતુ તેને તેની શકિતઓ ખીલવવાની જરુર હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં ખેલમહાકુંભની શરુઆત કરી હતી.
પ્રાથમીક શાળાના ગભરુ બાળકોથી લઇ કોલેજીયન જુવાનિયાઓને પોતાના મનગમતા ખેલમાં રમવાની તક આપીને ગુજરાતે જે સ્પોટસ એકટીવીટીને ઉજાગર કરવાની પહેલ કરી હતી તેની દુનિયાએ નોંધ લીધી હતી. હવે વડાપ્રધાન જયારે રાષ્ટ્રીય નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે દેશનું યુવા કૌશલ્ય વિશ્ર્વમાં ચમકે તેવા અભિયાનનો ફીટ ઇન્ડિયાના માઘ્યમથી ઉદય થઇ ચુકયો છે. દેશમાં લાખો પ્રતિભાઓ એવી છે કે જે યોગ્ય તકની રાહમાં મુરજાઇ જાય છે.
તાજેતરમાં જ વિશ્ર્વના સૌથી ઝડપી દોડવીર હુસેન બોલ્ડનો ૧૦૦ મીટરનો ૮ સેકન્ડનો રેકોર્ડ તોડે તેવી પ્રતિમા વડાપ્રધાનના ઘ્યાને આવી હતી. અને ભારતનો આ યુવાનને દોડમાં આગળ વધવા સરકારે પ્રોત્સાહન આપ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ વિશ્ર્વને યોગનો રાહ બતાવ્યો અને યુનેસ્કો દ્વારા ભારતની યોગ સંસ્કૃતિને અપનાવીને વિશ્વયોગ દિવસની ઉજવણી કરવાનું શરુ કર્યુ. નરેન્દ્ર મોદીના ખેલ મહાકુંભથી શરુ થયેલી રમતવીરોને પ્રોત્સાહન આપવાની આ સફર ફીટ ઇન્ડીયા સુધી પહોંચી છે. આવનાર દિવસોમાં ઓલિમ્પીક જેવા વિશ્વ ખેલ આયોજનોમાં સુવર્ણચંદ્રકો પર અત્યારે પ્રભુત્વ ધરાવતા દેશોની જગ્યાએ ભારત સ્થાન લે તે દિવસો દુર નથી. દેશના દરેક નાગરીક પોતાના શરીર, તંદુરસ્તી અને ફીટનેસ પ્રત્યે જાગૃત થાય તો સમાજમાંથી આળસથી બગડતા કામોનું નુકશાન ઓછું થાય અને સાથે સાથે પ્રમાદથી આવતા ડાયાબીટીસ, બી.પી., જેવા રોગો પણ ઓછા થાય છે ફિટ ઇન્ડિયા આશીર્વાદ બનશે