આજે નેશનલ સ્પોટર્સ ડે…..

મેજર ઘ્યાનચંદના જન્મદિવસે ઉજવાતા નેશનલ સ્પોટર્સ ડે નિમિતે શાળા, કોલેજોમાં વિવિધ કાર્યક્રમો: રાષ્ટ્રપતિ દ્વારા આજે વિવિધ ખેલ પુરસ્કારોથી ખેલરત્નોને સન્માનીત કરાશે

આજે દેશભરમાં ખેલ દિવસની ઉજવણી કરવામાં આવશે આ દિવસ હોકીના જાદુગરના નામે જાણીતા ભારતના મહાન હોકી ખેલાડી મેજર ઘ્યાનચંદના જન્મ દિવસે ઉજવવામાં આવે છે. આ અવસર પર દેશભરની સ્કુલો તેમજ કોલેજોમાં પણ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે.

નેશનલ સ્પોર્ટસ ડે ના અવસર પર ભારતના રમત ગમત ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોથી સન્માનીત કરાય છે. આ પુરસ્કારોમાં રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન પુરસ્કાર, ઘ્યાનચંદ પુરસ્કાર અને દ્રોણચાર્ય પુરસ્કાર સામેલ છે. આ અવસર પર ખેલાડીઓની સાથે સાથે તેમના કોચને પણ સન્માનીત કરવામાં આવે છે. આ વર્ષે ૧૯ ખેલાડીઓને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવશે જયારે ૩ ખેલાડીઓને દ્રોપાચાર્ય એવોર્ડ અપાશે.

આજે રાજકોટમાં પણ મેજર ઘ્યાનચંદ એસ્ટ્રાટર્ફ હોકી મેદાન રેસકોર્ષ ખાતે નેશનલ સ્પોર્ટસ ડે પ્રસંગે સવારે ૮ થી ૯ હોકી લીગ મેચ અને સવારે ૯ થી ૧૦ વાગ્યે ફીટ ઇન્ડિયા મુવમેન્ટ કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન દ્વારા ફીટ ઇન્ડિયા મુવમેન્ટ નો શુભારંભ અને શપથગ્રહણ કાર્યક્રમનું દુરદર્શન માફરતે જીવંત પ્રસારણ થયું  તેમજ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલીત વિવિધ ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કુલોમાં પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના અઘ્યક્ષસ્થાને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલ ઉ૫સ્થિત રહેશે.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે મેયર બીનાબેન આચાર્ય, સ્પોટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ઓલિમ્યિન હોકી એકસ્પર્ટ કોચ પદમ ધનરાજ પિલ્લે અને સાંસદ મોહનભાઇ કુંડારીયા ઉ૫સ્થિત રહ્યા.

તેમજ આ પ્રસંગે ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, સીનીયર સીન્ડીકેટ સભ્ય મેહુલભાઇ રુપાણી, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના જયદેવભાઇ શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, નાયબ મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ, મ્યુનિ. કોર્પો. ના શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી વિગેરે વિશેષ ઉ૫સ્થિત રહેશે. તેમ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવ ડી.ડી. કાપડીયા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ.ના વાયસ ચાન્સેલર ડો. અર્જુનસિંહ રાણા, જીલ્લા કલેકટર  ડો. રાહુલ ગુપ્તા, મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સચિવ રમેશચંદ મીનાની સંયુકત યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.