અલગ અલગ બે રૂટ નકકી કરાયા: મધરાત સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે
“આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાઈકલોથોન”નું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે રવિવાર સવારે 7.15 વાગ્યે શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સ, કરાયું છે.
મંત્રી અરવિંદભાઈ રૈયાણી અને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો.ધનસુખભાઈ ભંડેરીના ઉપસ્થિતિમાં યોજાશે. કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયરડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે,
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, અધ્યક્ષ બક્ષીપંચ મોરચા, પ્રદેશ ભાજપ ઉદયભાઈ કાનગડ મુખ્ય મહેમાન ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, અતિથિ વિશેષ. શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા,. વિરોધ પક્ષ નેતા ભાનુભાઈ સોરાણી અને શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહેશે.
“ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાઈકલોથોન” ઇવેન્ટ માટે બે રૂટ નક્કી કરવામાં આવેલ છે.જેમાં રૂટ-1 માં શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સમાં સરદાર પટેલ લાઈબ્રેરી પાસેથી ગેઈટથી જિલ્લા પંચાયત ચોક-ડો. યાજ્ઞિક રોડ-એસ.ટી. બસ સ્ટેન્ડ- નાગરિક બેંક ચોક, ઢેબરભાઈ રોડ- ત્યાંથી પછી જમણી બાજુ વળતા પાસપોર્ટ ઓફિસ-ભક્તિનગર સ્ટેશન પ્લોટ-એસ્ટ્રોન ચોક-અમિન માર્ગ-150 ફૂટ રિંગ રોડ-નાના મવા સર્કલ- ત્યાંથી પછી જમણી બાજુ વળતા મોકાજી સર્કલ-ત્યાંથી પછી જમણી બાજુ વળીને ક્રિસ્ટલ મોલ-એસ.એન.કે. સ્કૂલ-સાધુ વાસવાણી રોડ-રૈયા રોડ-ત્યાંથી શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે પરત આવી રૂટ-1 પૂર્ણ થશે
જ્યારે રૂટ-2 માં શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સમાં સરદાર પટેલ લાઈબ્રેરી પાસે ના ગેઈટથી જિલ્લા પંચાયત ચોક-બહુમાળી ભવન-પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ-એન.સી.સી. સર્કલ-બાલ ભવન ગેઈટ, રેસકોર્સ, અને ત્યાંથી શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે પરત આવી રૂટ-2 પૂર્ણ થશે.અત્યારસુધી માં 775 થી વધુ રજીસ્ટ્રેશન થઇ ગયેલ છે. હજુ આજે રાત્રી ના 12.00 વાગ્યા સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાસે.