આ અભિયાન ર ઓકટોબર સુધી ચલાવવામાં આવશે
રાજકોટ રેલ મંડળ દ્વારા રેલવે અધિકારીઓ, કર્મચારીઓ તથા તેના પરિવારોની શારિરીક અને માનસિક સ્વસ્થતા જાળવવા ફિટ ઇન્ડિયા, ફીડમ રન અભિયાન શરુ કરવામાં આવ્યું છે.
આ રાષ્ટ્રીય સ્તરનું અભિયાન છે જે પ્રત્યેક નાગરિકને સ્વસ્થ રહેવા તથા પોતાની જીવનશૈલીમાં ખેલકૂદ અને ભાગદોડને સામેલ કરવા માટે પ્રેરિત કરે છે. રેલવે બોર્ડ દ્વારા મળેલા નિર્દેશાનુસાર રાજકોટ રેલ મંડળમાં શરુ કરાયેલું આ અભિયાન ર ઓકટોબર સુધી ચલાવવામાં આવશે. જેના અંતર્ગત તાજેતરમાં રાજકોટ રેલ મંડળના પ્રબંધક પરમેશ્ર્વર ફુંકવાલ, વરિષ્ઠ મઁડળ વાણિજય પ્રબંધક અભિનવ જેફ સહિત અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓએ ડીઆરએમ ઓફીસથી લઇને રેલવે ક્રિકેટ સ્ટેડિયમ સુધી દોડ લગાવી હતી. વધુમાં ફૂંકવાલે મંડળના દરેક રેલવે કર્મચારીઓ અને તેના પરિવારજનને ફિટનેસ માટે પોતાની સુવિધા મુજબ પોતાના રુટ પર વોકિંગ, જોગિંગ અથવા અન્ય વ્યાયામ કરીને સ્વસ્થ રહેવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સોશ્યિલ ડિસ્ટન્સીંગનું પાલન કરીને કોઇપણ વ્યકિત વોક અને રન માટે પોતાની ઇચ્છાથી જગ્યા અને અંતર નકકી કરી શકે છે. તેવું મંડળની યાદીમાં જણાવાયું છે.