બેલેન્સીંગ, પીરામીડ, કરાટે, રીલે રેસ જેવી શારીરિક પ્રવૃત્તિઓનો વિદ્યાર્થીઓએ લ્હાવો લીધો
શહેરની પોદાર ઇન્ટરનેશનલ સ્કુલમાં એન્યુઅલ સ્પોર્ટસ મીટ યુથ ફેસ્ટનું આયોજન કરવમાં આવ્યું છે. જેમાં વિઘાર્થીઓ દ્વારા લાઇવ ગેલેરી માર્ચ પાસ, ડ્રીલ, પી.ટી. યોગા, સાડીમાં ડ્રીલ, ડમ્બબ્સ, કલેપ ડીલ લાઠી, દાવ, પીરામીડ, ડાન્સ જેવા કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. તેમજ એથ્લેટીકસમાં દોડ, ટ્રાય લેગ રેસ, કાંગારુ રેસ, લીંબુ ચમચી, રીલે રેસ, જેવી રમતોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે પ્રખ્યાત સ્પોર્ટસ પર્સનાલીટી પ્રતિક મહેતા પોદાર સ્કુલના પ્રિન્સીપાલ શુધાન્સુ શેખર નાયક ડીડીએસ સ્કુલના પ્રિન્સીપાલ મનોજ દુબે, પોદાર સ્કુલના જનરલ મેનેજર એમ.કે. ચંદારાણા, અભિજીત દાસ, મીતાબા જાડેજા, ભાવના પારેખ, પ્રવિણ પંડારીયા, સ્વામી વેદનીતુનંદજી મહારાજ, જયેશ સોરઠીયા, રાજેશ પુરી, રંજના જા, ધરમભાઇ કામ્બલીયા તેમજ મોટી સંખ્યામાં વિઘાર્થીઓ અને વાલીઓએ હાજરી આપીને કાર્યક્રમને રસપૂર્વક માણ્યો હતો.
અમે બાળકોને શિખવી છીએ કે માત્ર મેડલ માટે જ રમવાનું નથી પરંતુ રમત દ્વારા લોકોના દિલને જીતી શારીરિક તંદુરસ્તી પણ મેળવવાની લેટસ વીન શર્ટ થ્ર્રુ ટ્રુ સ્પોટસમેનશીપ જેવી પંચ લાઇન થી આજના દિવસની શરુઆત કરવામાં આવી હતી. વિઘાર્થીઓએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જ મહેમત કરી હતી.
હુ પોદાર સ્કુલમાં ધો.૧૦માં અભ્યાસ કરૂ છું આ કાર્યક્રમમાં મે માર્ચ પાસમાં ભાગ લીધો હતો. તેમજ હું આ કાર્યક્રમમાં લાઈવ કોમેન્ટરી કરૂ છું આ કાર્યક્રમની પ્રેકટીસમાં ખૂબજ મહેનત કરી હતી. માર્ચ પાસમા પ્રિન્સીપાલ પણ શિખવાડતા હતા. લાઈવા કોમેન્ટરીમાં ઓડિયન્સને લાઈવ રાખવા માટે સતત કોમેન્ટરી કરતા રહીએ છીએ. આ ફંકશન કલ્ચર અને સ્પોટસનું મિકર હતુ અમે આ કાર્યક્રમમાં ખૂબ આનંદ માણી રહ્યા છીઅ.
આજનો કાર્યક્રમ સ્વામી વિવેકાનંદને સર્મપીત: સુધાન્સુ શેખર નાયક
વાર્ષિક સ્પોર્ટસ ફેસ્ટિવલનું આયોજન કર્યુ છે. જે અમે સ્વામી વિવેકાનંદજીને સમર્પિત કર્યુ છે. આમા અમે વિઘાર્થીઓને સ્પોટસ એક તહેવારની જેમ મનાવી છીએ. જેમાં વિઘાર્થીઓ વધુ વસ્તુને પ્રદર્શિત કરે છે જેમ કે જીમનાસ્ટીક ડાન્સ, પીરામીડ, કરાટે, એરોબીકસ રનીંગ, કલાસીકલ ડાન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પોટસને અમે એક એન્ટર ટેઇનમેન્ટની જેમ જ શીખવએ છીએ.
પનહેલા રિલે રેસ, બાદમા ડાન્સની ધૂમ મચાવી: સૂર્યાન્સુ ભારદ્વાજ
મારૂ નામ સૂર્યાન્સુ ભારદ્વાજ હું પોદાર સ્કુલમાં ૧૦માં ધોરણમાં અભ્યાસ કરૂ છું આ કાર્યક્રમમાં મે રીલે રેસ, અને ડાન્સમાં ભાગ લીધો હતો. અને આ સ્કુલમાં દરેક પ્રકારે વિદ્યાર્થીઓને ટેલેન્ડ બતાવાનો મોકો આપે છે આ કાર્યક્રમની પ્રેકટીસ ૨૦ દિવસથી કરતા હતા તેમજ અમારા વાલીઓ અને શિક્ષકોએ પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો.
અમારી પ્રેકટીસ રંગ લાવી: હીપા બેન
મારૂ નામ હિપા છે હું પોદાર સ્કુલમાં ધો.૪માં અભ્યાસ કરૂ છું આ કાર્યક્રમમાં લેઝીમમાં ભાગ લીધો હતો. અને જેમની પ્રેકટીસ એક અઠવાડીયાથી કરતા હતા આ સ્કુલના શિક્ષકો અને વાલીઓએ પણ અમને ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો. અમને આ કાર્યક્રમમાં ખૂબજ આનંદ આવ્યો
સ્પોર્ટસ તો મારૂ ફેવરીટ છે: આયુષી
મારૂનામ આયુષી છે હું પોદાર સ્કુલમાં ૬ ધોરણમાં અભ્યાસ કરૂ છું આ એન્યુઅલ ફંકશનમાં મે હોલ હોપસ્ટમાં ભાગ લીધો હતો. અમને આ કાર્યક્રમમાં ખૂબજ મજા આવી હતી. આ કાર્યક્રમની છેલ્લા બે અઠવાડીયાથી પ્રેકટીસ કરતા હતા આ કાર્યક્રમમાં ઘણી બધી રમત ગમતનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.