• દ્વારકા ઓખાના પ્રભારી તરીકે સૌરાષ્ટ્ ( સ્વ મનસુખ બારાઈ,) સાથે જોડાયેલ સ્નેહ ગાંઠ આજે પણ અકબંધ છે
  • પૂર્વ રાષ્ટ્રપતિ, વન નેશન, વન ઇલેક્શન કમિટીના અધ્યક્ષ પર દેશ વિદેશમાંથી શુભેચ્છાઓ અપરંપાર વર્ષી રહી છે

રાજકોટ તા. આજે 1 લી ઓકટોબરના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ. અને વન નેશન, વન ઇલેક્શન કમિટીના અધ્યક્ષ રામનાથ કોવીંદનો જન્મ દિવસ છે, તેમને શુભેચ્છા આપવા દેશ વિદેશમાં તેમના શુભેછકોમાં ભારે થનગનાટ પ્રવૃતિ રહ્યો છે.

રાષ્ટ્રપતિ તરીકે દેશની ગરિમા વધારનાર આ વ્યક્તિ ખૂબ સામાન્ય સંજોગોમાંથી ટોચના સ્થાને પોહચ્યા છે, નિર્વિવાદ અને સ્વચ્છ છબી સાથે સામાન્ય લોકોનું હિત જેમના હાયે વસ્યું છે તેવા આ મહાનુભાવ એક યુગમાં દ્વારકા ઓખાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી રહી ચૂક્યા છે, અને આ કારણે દ્વારકા ઓખાના ધાર્મિક સામાજિક અને રાજકીય આગેવાન સ્વ મનસુખભાઈ બારાઈ સાથે ગાઢ સંબંધો તેમના અવસાન પછી તેમના પરિવારના સભ્યોને પ્રસંગોપાત મળવા સાથે રાષ્ટ્રપતિ ભવનના મહેમાન બનાવી તેવો મુઠ્ઠી ઊંચેરા માનવી સિદ્ધિ થયેલ.WhatsApp Image 2024 10 01 at 9.04.13 AM 1

કાયદાકીય અદભુત જ્ઞાન ધરાવતા અને વકીલ તરીકે કાર્ય કરી ચૂકેલા આ મહા માનવ તેમના જેવાજ મહામાનવ એવા વડા પ્રધાન સ્વ મોરારજી દેસાઈના અંગત સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે.

તેમને જયારે જયારે જે જવાબદારી સુપ્રત થયેલ ત્યારે તેવો દ્વારા પોતાના પદની ગરિમા વધે તે રીતે સામાન્ય લોકોના હિતમાં અદભુત કાર્ય કર્યા છે, ઉતર પ્રદેશમાં રાજસભાના સભ્ય તરીકે લાંબી ટર્મ પોતાના અંગત હિત માટે નહિ, પણ આર્થિક સામાજિક રીતે નબળા વર્ગ માટે ખૂબ કાર્ય કરી તેમને શિક્ષણ સાથે રોજગારી મળે તેવા આ શિક્ષણ પ્રેમી મહાનુભાવ દ્વારા પ્રયત્ન થયા.WhatsApp Image 2024 10 01 at 9.04.14 AM

બિહાર જેવા રાજ્યમાં પણ તેવો દ્વારા રાજ્યપાલ તરીકેના કાર્યકાળ દરમિયાન નિર્વિવાદ રહી એક અનોખી મિસાલ પૂરી પાડી. ભારતના અન્ય દેશો સાથે સંબંધ મજબૂત બને તે દિશામાં પણ તેમના યોગદાનની નોંધ વિદેશી અખબારો દ્વારા લેવામાં આવી હતી, તેવો દ્વારા માત્ર વિકસિત દેશો નહિ પરંતુ આફ્રિકન અને કેરેબિયન જેવા રાષ્ટ્રોનાં નિમંત્રણ સ્વીકારી જે રીતે મુલાકાત લીધી તેના કારણે ભારતની નોંધ અન્ય રાષ્ટ્ર દ્વારા લેવામાં આવી, તેમના આ કાર્યથી વિશ્વના અન્ય દેશો સાથે પણ ભારતના સંબંધો મજબૂત બને તેવા પાયાનું નિર્માણ કરવામાં તેમનું યોગદાન દેશવાસી ભૂલી નહિ શકે.

-ભરતભાઈ બારાઈ 

-આલાપ બારાઇ

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.