આસન પાથરી પદ્માસન કરો. એમ કરવાથી જમણો પગ ડાબા સાથળ પર અને ડાબો પગ જમણા સાથળ પર આવશે. હવે પદ્માસન કરી ચત્તા સૂઈ જાવ. બંને હાથના પંજાઓને શરીરની સમાંતર જમીન પર ટેકવો. હાથના પંજાઓના આધારે કમરને કમરમાંથી કમાનની માફક વાળો કે જેથી માથાનો ટોચનો ભાગ જમીનને અડે. હવે ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો પકડો અને જમણા હાથથી ડાબા હાથનો અંગૂઠો પકડો. આ સમયે કોણીઓ જમીનને અડકાડેલી રાખો.લગભગ અડધાથી એક મિનીટ સુધી આ સ્થિતિમાં રહ્યા પછી ધીમેથી ઉલટા ક્રમમાં આસન છોડી મૂળ સ્થિતિમાં આવો.
આસનના ફાયદા :
ગરદન અને ખભાના સ્નાયુઓ અકળાઈ જવાની સમસ્યા દૂર થાય છે.
બુદ્ધિનો વિકાસ થાય છે.
લોહીનું પરિભ્રમણ વધે છે. ફેફસાં અને કાકડા જેવા ગળાના રોગોમાં ફાયદો થાય છે.
આંતરડાને કસરત મળે છે.
પાચનતંત્ર કાર્યક્ષમ બનવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે. ભૂખ લાગે છે.
આ આસનથી દમ, ક્ષય, ક્રોનિક બ્રોનકાઈટીસ જેવા રોગોમાં રાહત મળે છે.
સ્ત્રીઓનાં માસિક દર્દો તથા માસિકની અનિયમિતતા આ આસનથી દૂર થાય છે.