એક મહિના અગાઉ જ માછીમારોએ બોટ જેટી પર ચડાવી દીધી છે
ઉના તાલુકો ગુજરાત ના પછાત તાલુકા માં આવે છે અને એક પણ ઉદ્યોગ વિહોણા આ તાલુકા માં નવાબન્દર અને રાજપરા તેમજ સીમર બંદર જેવા મોટા બંદર આવેલ છે અને તાલુકા ના મોટા ભાગ ના લોકો માછીમારી ના વ્યવસાય સાથે જોડાયેલ છે.
સાથે પાકિસ્તાન ની જેલ માં પણ ઉના વિસ્તાર ના માછીમારો વ્યાપક પ્રમાણ માં જેલ માં બંધ છે આમ તાલુકા નો એક માત્ર ઉદ્યોગ હાલ મરણ પથારી માં હોય એમ એની અવદશા બેઠી છે માછીમારો બોટ ને લઈ ને ૫૦ થી ૧૦૦ કિલોમિટર સુધી અંદર દરિયો ખેડવા છતાં માછલી નો જથો હાથ લાગતો ના હોય પડતર ભાવ ઉંચા થાય છે.
અને વેચાણ સમયે ભાવ નીચો રહે છે જેના કારણે આર્થિક નુકશાની નો બોજ માથે પડે છે. નાળિયેરી પુનમ એટલે કે શ્રાવણ માસ ના પાછલા પખવાડિયા માં સીઝન ની શરૂઆત થાય છે અને જૂન ના ૧૫ આસપાસ સીઝન પુરી થાય છે આ વર્ષ દરમ્યાન એક બોટ માં સરેરાશ ૯ ખલાસી ને રાખવામાં આવે છે.
અને એનો પગાર એડવાન્સ માં ચૂકવી દેવાય છે સાથે એમના ખોરાક અને રહેવાનું બોટ માલિક માથે હોય છે આમ એક બોટ દીઠ ખર્ચ નું પ્રમાણ વધુ થઈ જાય છે સાથે આ વર્ષે ડીઝલ માં પણ સરકારે સબસીડી અડધી જ ચૂકવી છે જેનો બોજ પણ માથે આવ્યો છે
એકબાજુ મછી ની આવક ઘટી રહી છે પહેલા દરિયા માં ૧૦ થી ૨૦ કિલોમીટર જવા થી પૂરતા પ્રમાણ માં માછલી ની આવક મળી રહેતી હતી પણ ચાલુ વર્ષે ગ્લોબલ વોર્મિંગ કહો કે દરિયા ના પાણી નું તાપમાન માં આવેલ ઉછાળો કહો માછલીઓ દરિયા માં ખૂબ ઊંડે ચાલી ગઈ છે.
અને સાથે મધદરીયા માં ખૂબ દૂર સ્થળાંતર થઈ ગઈ હોવા ના કારણે માછીમારો બોટ લઈ ને ૧૦૦ કિલોમીટર જવા છતાં પૂરતો જથ્થો મળતો નથી જેના કારણે આ વર્ષે માછીમારો ને આર્થિક નુકશાની ઉઠાવાનો વારો આવ્યો છે જેના કારણે એક મહિના અગાઉ માછીમારો એ બોટ જેટી પર ચડાવી દીધી છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com