ગુજરાતના ૧૬૦૦ કિમીના દરિયાકિનારાના ઓખા મંડળના ૧૨૦ કિ.મી.નો દરીયા કિનારો માછીમારોનું સ્વર્ગ ગણાય છે. અહીં પાંચ હજાર માછીમારી બોટો અને લાખોની સંખ્યામાં ખલાસીઓ રોજીરોટી સાથે દેશને કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ કમાવી આપે છે. દરિયાઈ સરહદ પરના હાઈએલર્ટના પગલે ભારતની પાકિસ્તાન સાથેની તમામ સીમાઓ પર સુરક્ષાઓ વધારવામાં આવતા દરીયો ખેડતા માછીમારોને પરત બોલાવી લેવાયા હતા. હજારો માછીમારોએ બોટોને ઓખા માછીમારી બંદર પર લંગારવામાં આવી હતી. ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાની ૪૮૪૫ બોટો પૈકી તમામ બોટો પરત ફરી હતી.
ગઈકાલે તમામ બોટોને મત્સયઉધોગ અધિક્ષકની કચેરી દ્વારા જાવક પરમીટ મળતા તમામ બોટોના ખલાસી ટંડેલ જાવક પરમીટ મેળવવા મત્સયધોગ કચેરીએ એકઠા થયા હતા. અહીં જાવક પરમીટને પહોંચી વળવા ઓખા મત્સયઉધોગ કમિશનર રાહુલભાઈ લશ્કરી સાથે તમામ સ્ટાફ દિન-રાત હાજર રહ્યા હતા.
બોટોને જાવક પરમીટ સાથે બોટ મુમેન્ટો બુકો, નિયત ડોકયુમેન્ટો, અસલ દસ્તાવેજો સાથે રાખવા તથા નોન ફીસીંગ જોનથી દુર રહેવા અને નિયત કરેલા કલર કોટ કરાવ્યા વગર દરીયામાં માછીમારી ન કરવી જેવા સુરક્ષાને લગતા અનેક સુચનો કરવામાં આવ્યા છે.