માછીમારો અને દરિયાઈ પ્રદુષણ મામલે ભારત -પાક. હાથ મિલાવ્યા
દર બુધવારને બદલે કાયમી સંપર્કમાં રહેશે બંને દેશનાં અધિકારીઓ
ભારત-પાકિસ્તાન વચ્ચેના બગડેલા સંબંધોમાં સુધારાની શરૂઆત રૂપે દરિયાઈ સીમાએથી ઝડપાતા માછીમારોનો ઝડપથી છૂટકારો થાય તે માટે બંને દેશનાં દરિયાઈ સીકયુરીટી વિભાગ એક મત થયા છે. આપો આપ દ્વિપક્ષીય મંત્રણા બાદ ભારત પાકે દરિયાઈ પાણીનાં પ્રદુષણને પણ ગંભીરતાથી લીધું છે.
ગઈકાલે ભારતીય કોસ્ટગાર્ડના ડિરેકટર જનરલ રાજેન્દ્રસિંહ અને પાકિસ્તાન મેરીટાઈમ સીકયુરીટી એજન્સીનાં ચીફ રીઅર એડમિરલ ઝકાઉર રહેમાનની અધ્યક્ષતાવાળા પ્રતિનિધિ મંડળની મંહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ‘અસ્પષ્ટ’ દરિયાઈ સીમા અને દરિયાઈ પ્રદુષણ પ્રશ્ર્ને મળેલી આ બેઠકમાં વધુ માછલી મળવાની આશાએ જળસીમા ઓળંગતા બંને દેશોનાં માછીમારોનાં ઝડપથી છૂટકારા માટે ભારત પાક સહમત થયા હતા.
વધુમાં ભારત અને પાકિસ્તાની અધિકારીઓનાં પ્રતિનિધિ મંડળે માનવતા વાદી અભિગમ અપનાવી માત્રને માત્ર વધુ માછલીઓ મળવાના ઉદેશથી જળ સીમાનું ઉલ્લંઘન કરતા બંને દેશોનાં માછીમારોની જીંદગી વર્તમાન નિયમોને કારણે જેલમાં વિતી રહી હોય બંને દેશોએ ઉદારતાવાદી અભિગમ અપનાવી દર બુધવારને બદલે કાયમી સતત સંપર્ક રહેવા પણ નકકી કર્યું હતુ.