કોસ્ટગાર્ડ જવાનો, માછીમારી ભાઈઓ સાથે કુલ ૮૨ લોકોએ રકતદાન કર્યું
ઓખા ઈન્ડીયન કોસ્ટગાર્ડ તથા માછીમારી એસોસીએશન સંયુકત ઉપક્રમે ઓખા મોરીબંદર ખાતે માછીમારી અવરનેશનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કોસ્ટગાર્ડ ડી.આઈ.જી.મુકેશ પુરોહિત, મુકેશ શર્મા, અમિતાબ બેનરજી, કેપ્ટન અપૂર્વા ભટ્ટ, કમાન્ડીંગ ઓફિસર ગૌતમ, આસીસ્ટન્ટ કમાન્ડો ‚કસાર સાથે માછીમારી એસોસીએશન પ્રમુખ મનોજભાઈ મોરી, વેપારી અગ્રણીય પરેશભાઈ જોષી, મોહનભાઈ બારાઈ, જમનાદાસ વડુર, મનોજભાઈ થોભાણી સાથે વિશાળ માછીમારી સમુદાય હાજર રહ્યા હતા.
અહીં કોસ્ટગાર્ડ જવાનો દ્વારા માછીમારોને દરીયામાં ફિશીંગ કરવા જતી વખતે રાખવામાં આવતી સાવચેતી માટે લાઈવ ડેમો બતાવવામાં આવેલ તથા અકસ્માતે કોસ્ટગાર્ડની મદદ કઈ રીતે લેવી તેની વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે કોસ્ટગાર્ડ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ તથા આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ.
જેમાં કોસ્ટગાર્ડ જવાનો સાથે માછીમાર પરીવાર દ્વારા કુલ ૮૨ લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અને માછીમારોના આરોગ્યની તપાસ પણ કોસ્ટગાર્ડ મેડિકલ ઓફિસર લેમ્પ્ટન ડો.પાર્વતી દ્વારા કરવામાં આવેલ અને માછીમારોને આરોગ્યને લગતી માહિતી આપી હતી અને છેલ્લે તમામ કોસ્ટગાર્ડ ઓફિસરોએ મોરી બંદરની મુલાકાત લઈ છકડા રીક્ષાની સફર કરી રોમાંચિત થયા હતા અને આ સફળ કાર્યક્રમ બદલ માછીમારી સમાજનો આભાર વ્યકત કર્યો હતો.