છેલ્લા વર્ષમાં આવતા પ્રોજેકટસ પ્રથમ વર્ષના વિઘાર્થીઓએ ઉત્સાહભેર બનાવ્યા: હોમઓટોમેશન સિસ્ટમ, હોમ એપ્લાયન્સીસ યુઝીંગ વાઇફાઇ અને હાર્ટરીટ પર્લ સેન્સર પ્રોજેકટ બન્યા આકર્ષણનું કેન્દ્ર
મારવાડી કોલેજ ખાતે પ્રથમ વર્ષના વિઘાર્થીઓ માટે પ્રોજેકટ ફેર યોજાયો હતો. જેમાં પ્રથમ વર્ષના વિઘાર્થીઓએ છેલ્લા વર્ષની કક્ષાના પ્રોજેકટો ઉત્સાહપૂર્વક એક માસના સમયગાળામાં બનાવ્યા હતા. જે આ પ્રોજેકટ બનાવવામાં કોલેજના ફેકલ્ટીએ પણ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. પ્રોજેકટ ફેરમાં વિઘાર્થીઓની સિઘ્ધી તેમના માતા-પિતા નિહાળી શકે તે માટે તેઓને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
ભૌતિક પટેલે જણાવ્યું હતું કે, અમારા પ્રોજેકટનું નામ હોમ ઓટોમેશન સિસ્ટમ છે. પ્રોજેેટકથીઘરની લાઇટ, ફેન, મ્યુઝીક પ્લેયર જેવી વસ્તુઓનું મોબાઇલથી નિયંત્રણ કરી શકાય છે. આ પ્રોજેકટમાં હર્ષ પરમાર અને સારંગ ઓડા મારી સાથે છે. આ પ્રોજેકટ માટે અમારા રવિસર ભુટાણી મદદ‚પ થયા છે. આ પ્રોજેકટ અમારી અપેક્ષાથી પણ વધુ સારો બન્યો છે. અમે કોમ્પ્યુટર ઇલેકટ્રોીની એન્જી.નો છે અને સેમેસ્ટર-રમાં અભ્યાસ કરીએ છીએ જયારે અમારા દ્વારા બનાવેલો પ્રોેજેકટ સેમેસ્ટર-૬ ની કક્ષાનો છે. આ પ્રોજેકટ માટે અમે રવિસરના આભારી છીએ.
મારવાડી કોલેજનાં ફેકલ્ટી રવિ ભુટાણીએ જણાવ્યું હતું કે વિઘાર્થીઓ જે રીતે કામ કરતા હોય છે તેના પરથી જ ફેકલટીને ખબર પડી જાય છે કે વિઘાર્થીઓને પ્રોજેકટમાં કેટલો રસ છે. પ્રોજેકટ માટે વિઘાર્થીઓ દર શનિવારે અને રવિવારે છેલ્લા એક મહીનાથી સંસ્થામાં આવીને કામ કરે છે.
એક વખત પ્રોજેકટ પ્રોટોટાઇપમાં ‚પાંતરીક થઇ ગયા પછી પણ પ્રોજેકટને કેવી રીતે પ્રોડકટ સુધી લઇ જવો તેમાં પણ તેઓને ખુબ રસ હતો જેથી તેઓ સાથે કામ કરવાની ફેકલટીને પણ મજા આવે છે. વિઘાર્થીઓ હજુ પણ મજા આવે છે. વિઘાર્થીઓ હજુ પણ સમાજને ઉપયોગી થાય તેવો પ્રોજેકટસ બનાવતા રહે તેવી મારી શુભકામના છે.
સંસ્થા તરફથી પ્રોજેકટ માટે વિઘાર્થીઓને જે ઇન્સ્ટ્રુમેન્ટ ની જ‚ર પડે છે તે આપવામાં આવે છે. આ સાથે તેઓને ફેકલટીનું સંપૂર્ણ માર્ગદર્શનમળી રહે છે.
રાજવી જોધાનીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ અમને કહેવામાં આવ્યું કે તમારે હાર્ડવેર પ્રોજેકટસ બનાવવાના છે ત્યારે અમે હતાશ થઇ ગયા હતા. પરંતુ ત્યારબાદ અમે ફેકલટીની મદદથી ધીમે ધીમે પ્રોજેકટ બનાવવાનું શરુ કર્યુ હતું. અને ૧પ દિવસ જેટલા ટુંકા સમયગાળામાં આ
પ્રોજેકટ બનાવ્યો હતો અમારા પ્રોજેકટનું નામ હોમ એમ્લાયન્સીસ યુઝીંગ વાઇફાઇ હતું પ્રોજેકટમાં મોબાઇલ દ્વારા હોમ એપ્લાયન્સીસ હેન્ડલ કરી શકાય છે.
બહાર જતી વખતે ઘરમાં ઇલેકટ્રીક સાધનો જો બંધ કરવાનું ભુલાઇ ગયું હોય ત્યારે માત્ર મોબાઇલ દ્વારા મેસેજ કરીને સાધનો બંધ કરી શકાય છે.
મારવાડી કોલેજની સેમ-૨ની વિદ્યાર્થીની જાનવી પંખાનીયાએ જણાવ્યું હતું કે અમારા પ્રોજેકટનું નામ હાર્ટરીટ પર્લ સેન્સર છે. જેમાં આપણી હાર્ટબીટ ઘેરબેઠા મેજર થઈ શકે તેવું મોડયુલ બનાવ્યું છે. અમે ઉત્સાહપૂર્વક કલાસ બંક કરીને ફેકલ્ટીઓ પાસેથી માર્ગદર્શન લઈને આ પ્રોજેકટ બનાવ્યો છે. અમને ગર્વ થાય છે કે અમે મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છીએ.
અમદાવાદની એલેટીકસ સિસ્ટમ્સ પ્રા.લિ.ના કો-ફાઉન્ડર સંકેત દોશીએ જણાવ્યું હતું કે અહીં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની કક્ષાના પ્રોજેકટ બનાવ્યા છે. મારવાડી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપીને તેનામાં રહેલી આવડતને બહાર લાવવામાં આવી છે. જે બદલ હું મારવાડી યુનિવર્સિટીને અભિનંદન પાઠવું છું. આ વિદ્યાર્થીઓને આવી જ રીતે માર્ગદર્શન મળતું રહે તો તેઓ ખુબ આગળ વધી શકે છે. દરેક ક્ષેત્રોમાં વિપુલ પ્રમાણમાં તકો છે. વિદ્યાર્થી જે ક્ષેત્રમાં છે તે ક્ષેત્રમાં ખંતથી કામ કરશે તો ચોકકસ પણે ખૂબ આગળ વધી શકાશે. વિદ્યાર્થીઓ માટે આ સમય નવુ-નવુ એક્ષપ્લોર કરવાનો છે.
અમદાવાદની નેલબીટર ઇન્કના ચીફ ટેકનિકલ ઓફિસર રીતેશ અંબાસથાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના પ્રોજેકટ નિહાળીને એવુ લાગી રહ્યું છે કે તેઓ ખુબ આગળ વધશે. તેઓનું ભવિષ્ય ઉજળુ હશે. બધા જ પ્રોજેકટસ રસપ્રદ છે. આ પ્રોજેકટસ ઘણા ક્ષેત્રોમાં ઉપયોગી નિવડી શકે છે.